રાજકોટમાં રહેતા નિવૃત બેંક મેનેજરને ડિજિટલ અરેસ્ટ કરી 56 લાખ પડાવી લીધાના ચકચારી કેસમાં સાયબર ક્રાઈમ પોલીસે સાત આરોપીની ધરપકડ કરી કેસ વિડ્રો કરી આંગડીયામાં મોક્લાવનાર બે આરોપીના ચાર દિવસના રિમાન્ડ મેળવી તપાસ કરી દીધા છે
જયારે પાંચ આરોપી જેલહવાલે કરવામાં આવ્યા છે 56 લાખ રૂપિયા ક્રિપ્ટો મારફ્ત કમ્બોડિયન ગેંગે વિદેશ પહોચાડી દીધાની શંકાએ તપાસ હાથ ધરી છે.રાજકોટના હસનવાડીમા રહેતા નિવૃત બેંક મેનેજર મહેન્દ્રભાઈ મહેતાએ ડિજિટલ અરેસ્ટ કરી 56 લાખ પડાવી લીધાની સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવતા એસીપી ક્રાઈમ બી બી બસિયાના માર્ગદર્શન હેઠળ ટીમે રાતોરાત જે ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા હતા તે ખાતાધારકો જુનાગઢના મહેક ઉર્ફે મયંક નીતિનભાઈ જોટાણીયા ઉ.24, હિરેન મુકેશભાઈ સુબા ઉ.31, અમદાવાદના પઠાણ મહમદરીઝવાનખાન ઇશાકખાન ઉ.35, પાટણના પરેશ ખોડાભાઈ ચૌધરી ઉ.29 તેના ભાઈ કલ્પેશ ખોડાભાઈ ચૌધરી ઉ.24, વિપુલ લાભુભાઈ દેસાઈ ઉ.35 અને અમદાવાદના વિપુલ જેઠાલાલ નાયકની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા કોર્ટે હિરેન સુબા અને વિપુલ દેસાઈના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા અને પાંચ આરોપીને જેલહવાલે કરવાનો હુકમ કર્યો હતો બસિયાએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય આઈપી એડ્રેસ ટ્રેસ કરવા તરફ્ તપાસ આગળ વધી રહી છે.
Source link