રાજકોટ જિલ્લાના શાપર પંથકમાં રહેતી યુવતી બબ્બે વખત દુષ્કર્મનો ભોગ બની છે અગાઉ પિતાએ હવસનો શિકાર બનાવ્યા બાદ પકડાયેલા પિતાએ એસિડ પી આપઘાત કરી લીધો હતો તે પછી સગપણ નક્કી થતાં મંગેતર લગ્ન પૂર્વે શરીર સુખ માણી ભાગી ગયો અને ગર્ભ રહી જતાં યુવતીએ બાળકીને જન્મ આપતા કુંવારી માતા બની અને બાળકીનું મોત થતા શાપર પોલીસે જરૂરી કાર્યવાહી કરી છે.
શાપર પંથકમાં રહેતી 20 વર્ષીય યુવતીને પેટમાં દુખાવો ઊપડતાં રાજકોટ ઝનાના હોસ્પિટલમાં ખસેડાઇ હતી. અહીં તબીબોએ ચેક કરતાં છ માસનો ગર્ભ હોવાનું જાણવા મળતા તુરંત પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ કાફ્લો દોડી આવ્યો હતો. પોલીસે પૂછતાછ કરતા અગાઉ પિતાએ હવસનો શિકાર બનાવી હતી ત્યારે ફરિયાદ નોંધાવતા પોલીસે હવસખોર પિતાની ધરપકડ કરતાં તેણે જેલમાં એસિડ પી આપઘાત કરી લીધો હતો. પછી યુવતીની સગાઈ થઈ હતી. પરંતુ મંગેતરે લગ્ન પૂર્વે જ શરીર સંબંધ બાંધી લીધા હતા અને બાદમાં માતાને લઈને વતન ભાગી ગયો હતો. દુખાવો ઊપડતાં હોસ્પિટલે ખસેડતા ગર્ભ રહી ગયો તે અંગે જાણ થઈ હતી.
Source link