- ગોંડલ બેંકની ચૂંટણી માટે જેલમાં બેઠા-બેઠા MLAના પુત્રનું નામાંકન
- બેંકના ડિરેક્ટર યતિશ દેસાઈની જિલ્લા પોલીસ વડા સમક્ષ રજૂઆત
- ગોંડલ નાગરિક બેંકની ચુંટણી આગામી તા.15નાં યોજાનાર છે
જૂનાગઢમાં દલિત યુવાન ઉપર હુમલા કેસમાં જેલમાં રહેલા ગોંડલના ધારાસભ્યના પૂત્ર ગણેશ જાડેજાએ ગોંડલ નાગરિક બેંકની આગામી ચૂંટણી માટ જેલમાં બેઠા-બેઠા ઉમેદવારી નોધાવી છે. જેની સામે બેંકના ડિરેક્ટરે પોલીસ સમક્ષ ફરિયાદ કરી અપરાધીઓને ચૂંટણી લડતા રોકવા માંગણી કરી છે.
ગોંડલ નાગરિક બેંકની ચુંટણી આગામી તા.15નાં યોજાનાર છે. ત્યારે રાજકીય માથાઓએ ઉમેદવારી કરતા માહોલ ગરમાયો છે. સામાન્ય રીતે બેંકની ચુંટણીનું ખાસ મહત્વ હોતુ નથી.પણ ગોંડલની રાજકીય તાસીર હંમેંશા ગરમ રહી છે. ત્યારે બેંકની ચુંટણીમાં ધારાસભાની ચુંટણી જેવો માહોલ સર્જાયો છે.નાગરિક બેંકના કુલ 11 ડીરેકટર માટે યોજાનાર ચૂંટણીમાં 38 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. જેમાં હાલ જુનાગઢ જેલમાં રહેલા ગણેશ ઉર્ફે જ્યોતિરાદિત્યસિંહ જાડેજા ઉપરાંત તેમના પિતા પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા, પુર્વ ચેરમેન જયંતિભાઈ ઢોલનાં પતની શારદાબેન, વર્તમાન ચેરમેન અશોકભાઈ પીપળીયા, પ્રફુલભાઈ ટોળીયા, પૂર્વ ચેરમેન યતિશભાઈ દેસાઈ, જગદીશભાઈ સાટોડીયા સહિતે ઉમેદવારી નોંધાવી હોવાથી ઉતેજનાનો માહોલ સર્જાયો છે.
ભાજપ તથા કોંગ્રેસ પ્રેરીત પેનલો ચુંટણી લડશે એ નિશ્ચિત છે. પણ હાલ ઉમેદવારોનો શંભુમેળો સર્જાયો હોય તા.3 અને 4ના ફોર્મ પરત ખેચાયા બાદ પાંચમી તારીખે આખરી ચિત્ર સ્પષ્ટ થશે. નાગરિક બેંકની ચુંટણીમાં ભાજપ તથા કોંગ્રેસ પ્રેરીત પેનલો વચ્ચે બળાબળનાં પારખા થશે. યાર્ડના પૂર્વ ચેરમેન અને બેંકના ડિરેક્ટર યતિશ દેસાઈએ જિલ્લા પોલીસ વડાને લેખિત ફરિયાદ કરતા જણાવ્યું છે કે, બેંકની સામાન્ય ચૂંટણીમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા હત્યાના ગુનામાં સજા પામેલ છે. તેઓ ઉમેદવારી કરી શકે નહી, આ ઉપરાંત તેઓના પુત્ર પણ જેલમાં હોય ઉમેદવારી ન કરી શકે, આ ચૂંટણી લોહીયાળ બનતી અટકાવવા માંગણી કરવામાં આવી છે.
ગણેશે જેલર રૂબરૂ ફોર્મ સબમિટ કર્યું
ચૂંટણી અધિકારી જે.ડી.કાલરીયાએ જણાવ્યું હતું કે, જેલમાં રહેલા ગણેશ ઉર્ફે જ્યોતિરાદિત્યસિંહ જાડેજાએ ઉમેદવારી કરી છે. સામન્ય રીતે કોઈ પણ ઉમેદવારે દાવેદારી દરમિયાન ચૂંટણી અધિકારી સમક્ષ સહિ-સિક્કા અને શપથ લેવાના હોય છે. આ કેસમાં કાયદાની એક જોગવાઈ એવી છે કે, જેલર રૂબરૂ સહિ-સિક્કાનું ફોર્મ સબમીટ કરે તો તે માન્ય ગણાય છે.
એક ઉમેદવારનું ફોર્મ રદ કરાયું
38 દાવેદારોએ ઉમેદવારી કરી છે. તેા ફોર્મની ચકાસણી કરવામાં આવી રહી છે. તેમાં સહકારી કાયદાની જોગવાઈ મુજબ ઉમેદવારની ત્રણ વર્ષ માટે 25 હજારની ડિપોઝીટ હોવી જોઈએ. પરતું સાંડપા નિતીન બાવજીભાઈની 25 મહિનાની બેંક ડિપોઝીટ હોવાથી તેઓનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે.
Source link