GUJARAT

Rajkot: ગોપાલ નમકીનમાં આગની ઘટના, નમકીનના પ્રોડક્શનને અટકાવી દેવા આદેશ

ગોપાલ નમકીનમાં લાગેલી આગ મુદ્દે પ્રોડક્શન અટકાવી દેવા આદેશ કરવામાં આવ્યા છે. જ્યાં સુધી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટનો રિપોર્ટ ના આવે ત્યાં સુધી નમકીનમાં પ્રોડક્શન ન કરવા આદેશ આપવામાં આવ્યો છે.

ઓદ્યોગિક સલામતી વિભાગની કચેરી તપાસ કાર્યવાહી માટે એફએસએલના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. બેદરકારી સાબિત થશે તો 1 લાખ રૂપિયાનો દંડ તેમજ 2 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.

ગોપાલ નમકીનની ફેક્ટરીમાં આગનો બનાવ બન્યો હતો

રાજકોટમાં આવેલી જાણીતી ગોપાલ નમકીનની ફેક્ટરીમાં આગનો બનાવ બન્યો હતો. જોત જોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરતા દૂર સુધી ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા. બનાવની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો પહોંચ્યો હતો અને આગને કાબૂમાં લેવા પ્રયાસો હાથ ધર્યા હતા. ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો.

રાજકોટના લોધિકા તાલુકામાં મેટોડા જીઆઇડીસીમાં આવેલી ગોપાલ નમકીન ફેક્ટરીમાં પ્રોડક્શન યુનિટમાં આગનો બનાવ બન્યો હતો. જોત-જોતામાં આગે વિકારળરૂપ ધારણ કરી લીધું હતું. જેના પગલે દૂર સુધી ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા. આગના પગલે ફેકટરીમાં કામ કરતા કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી. આગની ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. થોડો સમય અફરા-તફરી મચી ગઇ હતી.

રાજકોટથી પણ ફાયર વિભાગની ટીમ મોકલવામાં આવી હતી

આગની ઘટના અંગે ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ બનાવ સ્થળે પહોંચી હતી. ફાયર ફાઇટરો દ્વારા આગ કાબૂમાં લેવા પ્રયાસો હાથ ધર્યા હતા. ભીષણ આગના પગલે રાજકોટથી પણ ફાયર વિભાગની ટીમ મોકલવામાં આવી હતી.

કર્મચારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કાર્ટૂનમાં આગ લાગ્યા બાદ આગ પ્રસરી હતી. આગ છેક ત્રીજા માળ સુધી ફેલાઈ હતી. આગના વિકારળરૂપના કારણે મોટેડામાં ઉભી કરાયેલી ફાયર સુવિધા ઓછી પડતાં રાજકોટથી ફાયર વિભાગની મદદ મોકલવામાં આવી હતી. ફેક્ટરીમાં કામ કરતા કર્મચારીઓ દ્વારા પણ આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી હતી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button