GUJARAT

Rajkot: હવે તો હદ થઇ, ભ્રષ્ટાચારી છેલ્લી કક્ષાએ પહોંચી ગયા

રાજકોટમાં સ્માશાનના લાકડામાં પણ ભ્રષ્ટાચાર થયો છે. જેમાં રાજકોટ મનપાની ગાર્ડન શાખામાં ભ્રષ્ટાચાર થયો છે. અંતિમવિધી માટેના લાકડામાં પણ ભ્રષ્ટાચાર થયો છે. સરકારી ચોપડે લાકડાની 32 ગાડીઓ દર્શાવી છે. જો કે, સ્માશાનમાં લાકડા પહોંચ્યા જ નથી. વરસાદમાં પડેલા વૃક્ષોના લાકડા સ્મશાને મોકલવાના હતા. તેમાં બાપુનગર સ્મશાનમાં 3ના બદલે એજ ટ્રેક્ટર પહોંચ્યુ છે.

મોટા મોવા સ્મશાનમાં 3 ગાડીને બદલે એક જ ગાડી પહોંચી

મોટા મોવા સ્મશાનમાં 3 ગાડીને બદલે એક જ ગાડી પહોંચી છે. મવડી સ્મશાનમાં 3 ગાડીને જગ્યાએ 1 ટ્રેક્ટર લાકડા પહોંચ્યા હતા. રૈયા સ્માશાનમાં 4 ગાડીની જગ્યાએ 2 ટ્રેક્ટર લાકડા પહોંચ્યા હતા. પોપટપરા સ્માશનમાં 7 માંથી માત્ર 3 જ ટ્રેક્ટર પહોંચ્યા છે. હવે તો હદ થઇ ભ્રષ્ટાચારી છેલ્લી કક્ષાએ પહોંચી ગયા છે. સ્મશાનના લાકડા પણ બરોબર પગ કરી ગયા છે. વાહરે રાજકોટ મનપાની ગાર્ડન શાખા હવે તો હદ થઇ છે. સ્મશાનમાં આપવામાં આવતા લાકડામાં પણ ઉપરની કમાણી થઇ છે. સરકારી ચોપડે 32 ગાડીઓ મોકલી પણ સ્મશાન સુધી પહોંચી નથી.

 સ્મશાન નામે ચોપડે અલગ આંકડો અને રિયલમાં કઈક અલગ

રાજકોટમાં ભારે વરસાદ અને પવનને કારણે પડેલા મહાકાય વૃક્ષના લાકડાઓ સ્મશાનમાં મોકલવા નક્કી કર્યું હતું. પણ સ્મશાન નામે ચોપડે અલગ આંકડો અને રિયલમાં કઈક અલગ ગાડીઓ પહોંચી છે. કયા સ્મશાનમાં કેટલી ગાડીઓ મોકલી અને ખરા અર્થમાં કેટલી પહોંચી આંકડા જોઈએ ચોકી ઉઠસો. જેમાં બાપુનગર સ્મશાનમાં સરકારી ચોપડે 3 ગાડી મોકલી જ્યારે ખરા અર્થમાં ત્યાં માત્ર એક ટ્રેક્ટર પહોચ્યું છે બાકીના 3 ટ્રેકટર ગાયબ થયા છે. મોટા મોવા સ્મશાનમાં 3 ગાડી મોકલવામાં આવી સરકારી ચોપડે બોલે છે જ્યારે ખરા અર્થમાં એક ટ્રેક્ટર અને એક નાની બોલેરો જેટલા લાકડા આવ્યા છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button