GUJARAT

Rajkot: જૈન મંદિરમાં પૂજા કરતાં ભક્ત પર છરીથી હુમલો

  • જૈન મંદિરમાં પૂજા કરવા આવેલા કારખાનેદાર હુમલો થયો
  • ફરાર શખ્સ સામે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ
  • ફરિયાદ નોંધાતાં પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે

રાજકોટના પંચનાથ પ્લોટ સ્થિત દિગંબર જૈન મંદિરમાં પૂજા કરવા આવેલા કારખાનેદાર ઉપર ગત 20.08.2024ના રોજ જીવલેણ હુમલો કરવાના ગુનામાં ફરાર શખ્સ સામે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ભોગ બનનારના ભાઈએ હત્યાની કોશિશની ફરિયાદ નોંધાવી પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે આરોપી મારામારીના ગુનામાં આઠ મહિનાથી વોન્ટેડ હોઈ, ભક્તિનગર પોલીસે ઝડપી પાડ્યો હતો. જ્યારે જૈન દેરાસરમાં બનેલી હુમલાની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ આજે સામે આવ્યા છે.

ભોગ બનનારે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

મવડી આસ્થા રેસિડેન્સીમાં રહેતા અને સોરઠિયાવાડીમાં શિવ હાર્ડવેર નામે કારખાનું ધરાવતા મયૂરભાઈ પુરુષોત્તમભાઈ સગપરિયા (ઉં.વ.39)એ ભાવેશ વિનોદભાઈ ગોલ સામે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યું હતું કે ગત 1 જુલાઈના સવારે મારા મોટા ભાઈ અમિતનો ફોન આવ્યો હતો અને કહ્યું કે હું એક્સેસ લઈને કારખાને જતો હતો અને હરિધવા રોડ ઉપર પહોંચ્યો ત્યારે કોઈ કારચાલકે અડફેટે લેતાં ઈજા થઇ છે એવું જણાવતાં અમે દોડી ગયા હતા અને ભાઈને હોસ્પિટલે પહોંચાડ્યો હતો.

અંગત અદાવતમાં હુમલો કરવામાં આવ્યો

હોસ્પિટલમાં સારવાર દરમિયાન ભાઈએ જણાવ્યું હતું કે તે ભાવેશ ગોલ હતો, તેણે ઠોકર માર્યા બાદ હું પડી જતાં ફરી પૂરઝડપે કાર માથે ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. 10 મહિના પૂર્વે પણ અમિતભાઈને છરીથી માર માર્યો હોઈ, તેની ફરિયાદ નોંધાવતાં પોલીસે ધરપકડ કરી હોવાથી એનો ખાર રાખી મંદિરમાં દર્શન કરતા હતા એ સમયે પાછળથી આવી ફરી હુમલો કર્યો હતો, જેથી તેની સામે હત્યાની કોશિશની ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. હવે ફરી ભક્તિનગર પોલીસ ખાતે હત્યાની કોશિશ અંગે ફરિયાદ નોંધાતાં પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button