રાજકોટના જેતપુરના નવાગઢમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે અને નવાગઢ વિસ્તારમાં આ અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે. સામાન્ય બોલાચાલીમાં ટોળાએ ઘર પર હુમલો કર્યો છે અને વાહનોમાં પણ તોડફોડ કરી હતી.
ઘરમાં ઘુસી હુમલો કર્યો, બહાર પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરી
તૌસીફ લાખાણી નામના વ્યક્તિને હુમલાખોરો સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી અને ટોળાએ ઘરમાં ઘુસીને હુમલો કરીને સામાનની તોડફોડ કરી નાખી હતી. ધોકા, પાઈપ, તલવારો સાથે ટોળાએ હુમલો કર્યો હતો અને આતંક મચાવ્યો હતો. ત્યારે સ્થાનિકોએ ઘરની બહાર પાર્ક કરેલી રીક્ષા, બાઈક તેમજ કારમાં પણ અસામાજિક તત્વોએ તોડફોડ કરીને મોટુ નુકસાન પહોંચાડ્યું હતું.
પોલીસ દ્વારા ઘટના સ્થળે સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
મોડી રાત્રે ધોકા, પાઈપ, તલવારો સાથે ટોળાએ વિસ્તારને બાનમાં લીધો હતો. જ્યારે ટોળાએ હુમલો કરતા 2 વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયા હતા અને આ ઈજાગ્રસ્ત થયેલા 3 વ્યક્તિઓમાંથી 2 વ્યક્તિઓને વધુ સારવાર અર્થે અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. ત્યારે ઘટનાની જાણ પોલીસને કરવામાં આવ્યા બાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને બનાવ સ્થળે સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. આ હુમલાના એટલા ઘેરા પડઘા પડ્યા છે કે સમગ્ર વિસ્તારના લોકો એકઠા થઈને પોલીસને રજુઆત કરી છે અને આ સમગ્ર બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે.
રાજકોટમાં લુખ્ખાતત્વોનો પોલીસને પડકાર
ત્યારે રાજકોટમાં લુખ્ખાતત્વો જાણે પોલીસને ખુલ્લો પડકાર આપી રહ્યા હોય તેવી લાગી રહ્યું છે. થોડા દિવસ પહેલા જ લુખ્ખાતત્વોએ સ્વામિનારાયણ ચોકમાં દુકાનમાં મારામારી કરી હતી. નજીવી બાબતમાં પંપની દુકાનમાં મારામારી કરી હતી. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે અને પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી.
વડોદરાની MS યુનિવર્સિટીમાં અસામાજિક તત્વો બેફામ
બે દિવસ પહેલા વડોદરાની MS યુનિવર્સિટીમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હતા. ધોળે દિવસે સુતળી બોમ્બ સળગાવીને ફેંકતા અફરા તફરી મચી ગઈ હતી. કારમાં બેઠેલા શખ્સે બાઈકસવારને સુતળી બોમ્બ આપ્યો હતો અને બાઈકસવારે સળગતો સુતળી બોમ્બ રોડ પર ફેંક્યો હતો. જેને લઈને ભારે અફરા તફરી મચી ગઈ હતી. વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકનાર સામે કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી હતી અને પોલીસ, MSUનું તંત્ર કાર્યવાહી કરે તેવી વિદ્યાર્થીઓએ માગ કરી હતી.
Source link