- રાજકોટના અનેક વિસ્તારમાં પાણી ભરાયાં
- નદીઓ વહેતી હોય તેવું રસ્તા પર જોવા મળ્યું
- પોપટ પરા નાલા સિવાય તમામ અંડરપાસ ચાલુ
રાજકોટ શહેરમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. શહેરના શ્રોફ રોડ, કલેકટર કચેરી, ભિલવાસ, યાજ્ઞિક રોડ, રામ કૃષ્ણ નગર હેમુ ગઢવી હોલ ઇન્દ્રપ્રસ્થ નગર સહિતના વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે.
જામનગર રોડ ભુવનેશ્વર તરફના રસ્તે પાણી ભરાયા નદીઓ વહેતી હોય તેવું રસ્તા ઉપર જોવા મળી રહ્યું છે. જુના એરપોર્ટ તરફની દિવાલના રસ્તે પણ પાણી ભરાયા છે. રેલ નગર પોપટ પરાનો અંડરપાસ છેલ્લા ત્રણ કલાકથી બંધ છે. રેલ નગર તરફ જવાનો રસ્તો ડાઈવર્ટ કરવામાં આવ્યો છે. કાલાવડ રોડ, અન્ડર બ્રિજ સહિતના વિસ્તારોમાં પાણી ભરાતાં વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે.
મનપા કમિશનર ડી પી દેસાઈ ફિલ્ડમાં નીકળ્યા
મહાનગરપાલિકાના કમિશનર ડી પી દેસાઈ ફિલ્ડમાં નીકળ્યા છે. જ્યાં જ્યાં પાણી ભરાયું છે ત્યાં તેમણે વિઝીટ કરી હતી. મહાનગરપાલિકાના કમિશનરે કહ્યું કે, રાજકોટમાં સવારથી ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. પોપટ પરા અન્ડરબ્રિજ સિવાય તમામ અંડરપાસ ચાલુ છે.
Source link