રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દુખાવાની દવાનો અભાવ જોવા મળી રહ્યો છે. જેમાં દુખાવા માટે આપવામાં આવતું ઇન્જેકશન છેલ્લા 15 દિવસથી મળી રહ્યું નથી. મહત્વનું કહી શકાય કે, છેલ્લા 15 દિવસથી દુખાવા માટે આપવામાં આવતું ડાઈક્લોરિન ઇન્જેક્શનનો અભાવ જોવા મળી રહ્યો છે.
ઇન્જેક્શનના અભાવ મુદ્દે હોસ્પિટલ તંત્રનું નિવેદન
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇન્જેક્શનના અભાવ અંગે સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, દુખાવાના ઇન્જેક્શનની થોડા દિવસથી ઘટ છે જોકે, પેરાસીટામોલ અને અન્ય બીજી દવાઓ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે.
અન્ય દવાઓ અને ઇન્જેકશન હોસ્પિટલમાં ઉપલબ્ધ
હોસ્પિટલના તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, દર્દીઓને મુશ્કેલી ના પડે તેના માટે ડાઈક્લોરિન ઇન્જેક્શન સિવાય અન્ય દવાઓ અને ઇન્જેકશન હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. સાથે જ જરૂરી દવાઓનો જથ્થો પણ મંગાવવામાં આવ્યો છે જે ટૂંક સમયમાં ઉપલબ્ધ થઈ જશે.
જરૂરી દવાનો જથ્થો મંગાવ્યો છે
મહત્વનું કહી શકાય કે, ડાઈક્લોરિન ઇન્જેક્શન છેલ્લા 15 દિવસથી ઉપલબ્ધ ના હોવાના કારણે પેરાસીટામોલના ઇન્જેક્શન આપીને દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. હાલ ડાઈક્લોરિન ઇન્જેક્શન ઉપલબ્ધ નથી પણ જરૂરી દવાનો જથ્થો મંગાવ્યો છે.
Source link