GUJARAT

Rajkot: PGVCLના કર્મચારી પર 3 મહિલા સહિત 5 શખ્સોએ કર્યો હુમલો

રાજકોટમાં આજી વસાહતના ખોડિયાર પરામાં PGVCLના કર્મચારી પર હુમલો થયાની ઘટના સામે આવી છે. વીજ તપાસ માટે ગયેલા PGVCL કર્મચારી પર 3 મહિલા સહિત 5 શખ્સોએ હુમલો કર્યો હતો. 

મળતી માહિતી મુજબ, રાજકોટના આજી વસાહતમાં આવેલ ખોડિયાર પરાની ચોકાવનારી ઘટના સામે આવી છે. વીજ તપાસમાં ગયેલા PGVCLના કર્મચારી પર ત્રણ મહિલા સહિત 5 શખ્સોએ છેડતીનો આરોપ મૂકીને હુમલો કરીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જો કે PGVCL કર્મચારીને ઈજા થતા ઈશ્વરભાઈ પુરોહિત હોસ્પિટલમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સમગ્ર મામલે થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

 PGVCLના કર્મચારી પર હુમલો થયાની ઘટના

PGVCL કર્મચારીને માથાના ભાગે હુમલો કર્યો છે અને મુઢ માર આ શખ્સોએ માર્યો છે. ત્યારે કર્મચારી ઈશ્વરભાઈ પુરોહિતને માથા અને આંખમાં ગંભીર ઈજાઓ થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. ત્યારે આ બનાવની જાણ થતાં જ PGVCLના અધિકારીઓ અને કર્મચારીઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે અને આ અંગે થોરાળા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

બરોની-રાજકોટ એક્સપ્રેસમાથી દેશી તમંચો અને કારતૂસ મળ્યા

રાજકોટમાં રેલવે SOGએ તપાસ કરતા બરોની-રાજકોટ એક્સપ્રેસમાથી દેશી તમંચો અને કારતૂસ મળ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, બરોની-રાજકોટ એક્સપ્રેસમાં સફાઈ કામદારોને બિનવારસી થેલી મળી આવી હતી. બિનવારસી થેલી મળતા રેલવે SOG ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી તો થેલીમાંથી દેશી તમંચો અને કારતૂસ નીકળ્યા હતા. રેલવે SOGએ આગળની તપાસ હાથ ધરી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button