GUJARAT

Rajkotના ધોરાજીનું શાક માર્કેટ બન્યું અસામાજિક તત્વોનો અડ્ડો ! વાંચો Special Story

રાજકોટ જિલ્લાના ધોરાજીના નગરપાલિકા દ્વારા સંચાલિત અને હાલ જે બે કરોડના ખર્ચે બનાવેલ આધુનિક બિલ્ડીંગ શાકમાર્કેટ જેનું નામ સર ભગવતસિંહજી મહારાજા મહારાજાના ઉપર રાખવામાં આવેલ છે પણ હાલ આ શાક માર્કેટ બિલ્ડીંગ જાણે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોય તેવું જોવા મળેલ છે અને સવા બે કરોડના ખર્ચે બનાવેલ આધુનિક બિલ્ડીંગ છેલ્લા ઘણા વર્ષો થયા હોય વેપારીઓને સોપવામાં ના આવતા આ બિલ્ડિંગ ખરબડી ગયું છે.

વેપારીઓ ચિંતામાં

રાજકોટ જિલ્લાના ધોરાજીના નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ નવી માર્કેટ જે બન્યાને 8 વર્ષ થયા,પણ આજ દિન સુધી આ નવું શાક માર્કેટનું બિલ્ડીંગ વેપારીને સોંપવામાં આવેલ નથી જ્યારે જુનું બિલ્ડીંગ હતું તે નગરપાલિકા દ્વારા તોડી નવું બિલ્ડીંગ જે સવા બે કરોડના ખર્ચે બનાવવામાં આવેલ પણ વિવાદના કારણે વેપારીઓને બિલ્ડીંગ સોંપવામાં આવેલ નથી.નગરપાલિકા દ્વારા જૂનું બિલ્ડીંગ અને નવું બિલ્ડીંગ સવા બે કરોડના ખર્ચે અને 250 થી પણ વધારે થડાવો બનાવવામાં આવેલ છે પણ આઠ વર્ષ થયા શાકમાર્કેટ ના થડાઓ વેપારીઓને સોંપવામાં આવેલ નથી.

વેપારીઓને સોંપવામાં આવે બિલ્ડીંગ

આ બિલ્ડીંગ જે નવું બિલ્ડીંગ બનાવવા માટે સવા બે કરોડ જેવો ખર્ચ કરેલ તે પણ હાલ માથે પડેલ છે કારણ કે નવું બિલ્ડીંગની માવજત અને દેખરેખ ન કરવાથી આ શાક માર્કેટ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોય તેવું હાલ જોવા મળેલ છે બિલ્ડીંગમાં જે લોખંડના એંગલો અને અન્ય સામગ્રીઓ હતી તે તોડી અને ભુક્કા થઈ ગયા છે અને હાલ આ શાક માર્કેટ શોભાના ગાંઠીયા સમાન આ બિલ્ડીંગ થઈ ગયેલ છે ત્યારે કોંગ્રેસના શેર પ્રમુખ દિનેશભાઈ વોરા એ જણાવેલ કે જ્યારે સર ભગવતસિંહજીનું બિલ્ડીંગ જૂનું હતું એ તોડી અનેનવુ ભાજપના કાર્યકાળમાં થયેલ હતું પણ હાલ આજ દિન સુધી વેપારીઓને સોંપવામાં આવેલ નથી તો આ ખખડધજ હાલતમાં પડેલું આ બિલ્ડીંગ તાત્કાલિક રીનોવેશન કરી ઠરાવો કરી વેપારીઓને સોંપવામાં આવે.

ટૂંક સમયમાં આવશે વિવાદ

ભાજપ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ બાલધા એ જણાવેલ કે આ જે સર ભગવતસિંહજી વખતની આ જૂની શાક માર્કેટ હતી તે ખૂબ જ ખરાબ હાલતમાં હોય એને તેને તોડી ભાજપના શાસનમાં જ નવું બિલ્ડીંગ બનાવવામાં આવેલ પણ પણ ભાડા જુના મુજબ ન લેવા અને નવા મુજબ આ ઠડાઓ સોંપવામાં આવે તેવું કલેક્ટર જણાવેલ હતું અને આ જ બાબતે અત્યાર સુધી આ બિલ્ડીંગ સોંપવામાં આવેલ નથી ધોરાજી ભાજપ અગ્રણી જયસુખભાઈ ઠેસીયા એ જણાવેલ કે આ શાક માર્કેટમાં બે જૂથો વચ્ચે એની લડાઈમાં આ શાક માર્કેટ નું કામ અને આ મામલો કોર્ટ સુધી ગયેલ અને હાલ અત્યારે સરકારને લાગતા વળગતા અને જાણ કરેલ છે અને સાંસદ અને ધારાસભ્યએ પણ મુખ્યમંત્રી સુધી માર્કેટની રજૂઆત કરેલ છે અને આ શાક માર્કેટ નો જે વિવાદ ચાલે છે તે વિવાદનો ટૂંક સમયમાં અંત આવશે તેવું જણાવેલ.

ફરી ધમધમતું થાય તેવી વેપારીઓ આશા રાખીને બેઠા

તો આ બાબતે શાકભાજીના વેપારીઓ પણ તેવું જણાવી રહ્યા છે કે જે જૂના અમારા થડાઓ હતા એ મુજબ જ અમને પાછા ઠડાઓ સોંપવામાં આવે તો જ અમે નવા બિલ્ડીંગનું શાક માર્કેટમાં જતીશું તો હાલ સવા બે કરોડના ખર્ચે બનાવેલ અને આધુનિક બિલ્ડીંગ અત્યારે યોગ્ય જાળવણી અને યોગ્ય સંકલન ના અભાવને કારણે આ સર ભગવતસિંહજી નું નામ આ આ નવું શાક માર્કેટ પણ તાત્કાલિક ધમધમ તું થાય તેની રાહ જોઈને બેઠું છે જોવાનું એ રહ્યું કે આ બિલ્ડીંગ 8 વર્ષ તો વેપારીઓને ઠડાઓ સોંપવામાં આવેલ નથી અને હજી કેટલા વર્ષ રાહ જોવી પડશે એ તો આવનારો સમય બતાવશે.

 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button