- પાલિકાએ પુરાણ કર્યું કે વેઠ ઉતારી?
- પુરાણમાં છારું નાખતાં ઉબડ-ખાબડ રોડથી લોકો પરેશાન
- રાજપીપળામાં રસ્તા પરના ખાડા પુરવામાં બેદરકારી જણાય છે.
રાજપીપળા શહેરમાં ચોમાસાની સીઝનમાં ઠેર ઠેર ભૂવા પડતાં લોકો હેરાન થઈ રહ્યા છે, ભ્રષ્ટાચારના આ ભૂવામાં પાલિકા તંત્ર દ્વારા યોગ્ય પુરાણ નહિ કરાતા દરરોજ અકસ્માત થઈ રહ્યા છે અને વાહન ચાલકો પડી જતાં તેમને થતી ઈજાના કારણે તકલીફ્માં મુકાય છે.
સરકાર દ્વારા રાજપીપળા શહેરમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ વિકાસના કામો માટે આવે છે. પરંતુ તેમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતો હોવાથી ઘણા વિકાસના કામોમાં વેઠ ઉતારવામાં આવે છે. ખાસ કરીને વાત કરીએ તો શહેરના મુખ્ય માર્ગ સહિત નાના મોટા માર્ગો પર ઠેર ઠેર ખાડા પડયા છે. પાલિકા દ્વારા તેમાં પુરાણ કરાય છે, પરંતુ જાણે વેઠ ઉતારતા હોય એમ ખાડામાં છારુએ રીતે પુરાઈ છે કે ત્યાં ઉબડ ખાબડ રસ્તો બની જાય છે. કોઈજ લેવલ વિના છારું નાખી પાલિકાના કર્મચારીઓ ચાલ્યા જાય છે અને લોકોના વાહનોથી જો આ પુરાણ દબાઈ જાય તો ઠીક, નહિ તો ત્યાં ટેકરા જેવી સ્થિતિ થતા ટુવ્હીલર વાહનો અવાર નવાર ગબડી જતા ચાલક અને પાછળ બેઠેલા વ્યક્તિ ને ઈજાઓ થવાની ઘટના દરરોજ જોવા મળે છે. ચોમાસામાં શહેરમાં પડેલા ખાડાઓમાં યોગ્ય પુરાણ કરી તેના પર રોલર ફેરવી લેવલ કરાય તો અકસ્માત થતા અટકી શકે છે.
Source link