સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા રાજપૂત સમાજ સક્રિય થયો છે. આવતીકાલે ગોતામાં સમસ્ત રાજપૂત સમાજનું મહાસમેલનનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં
શંકરસિંહ વાઘેલા સહિત રાજકીય આગેવાનો હાજર રહેશે. સંમેલન મુદ્દે રાજપૂત સમાજના આગેવાનનું નિવેદન સામે આવ્યું છે. અર્જુનસિંહ ગોહિલે જણાવ્યું કે રાજકારણ ક્ષત્રિયના લોહીમાં છે. સામાજિક સંમેલન બાદ રાજકીય મુદાઓ પર ચર્ચા થશે.
રાજકીય આગેવાનો રહેશે હાજર
તેમણે વધુમાં જણાવ્યું કે સમાજ સાથે હશે તો સમાજ ભવિષ્યમાં સાથ આપશે. રાજકીય આગેવાનોના મુદાઓ પર પણ ચર્ચા થશે તેમ જણાવ્યું હતું. આગેવાનો સમાજ માટે સમેલનમાં આવે તેમ અર્જુનસિંહ ગોહિલે જણાવ્યું હતું. આ સંમેલનમાં શકરસિંહ વાઘેલા સહિત અનેક રાજકીય આગેવાનો હાજર રહેશે.
20 સપ્ટેમ્બરે યોજાશે સંમેલન
મળતી માહિતી મુજબ 20 મી સપ્ટેમ્બરનાં રોજ રાજપૂત સમાજનું સંમેલન યોજાશે. એવા અહેવાલ છે કે આ મહાસંમેલનમાં ભાવનગરનાં વિજયરાજસિંહને (Vijayraj Singh) રાજપૂત ક્ષત્રિય સમાજનાં પ્રમુખ બનાવાશે. આ સાથે ભાવનગરનાં મહારાજા કૃષ્ણકુમારસિંહજીને (Maharaja Krishnakumar Singh) ભારતરત્ન આપવાની માગ પણ કરાશે. આ આંદોલનમાં સહયોગ આપનાર તમામને મંચ પર હાજર રખાશે. માહિતી મુજબ, ક્ષત્રિય સમાજનાં અસ્મિતા મહાસંમેલનમાં સાણંદ સ્ટેટ, ગોંડલ રાજવી પરિવાર અને કાઠી સ્ટેટ પણ હાજર રહેશે તેવી પણ માહિતી મળી રહી છે.
Source link