- ભાઈ-બહેન વચ્ચેના પ્રેમની આ ફિલ્મો તમારુ કનેક્શન કરશે વધુ મજબૂત
- ભાઈ અને બહેન તેમના ભાઈ-બહેન માટે કાંઈ પણ કરી શકે છે
- રક્ષાબંધનના ખાસ દિવસે ઉજવણી બાદ આ ફિલ્મોનો માણો આનંદ
રક્ષાબંધનનો તહેવાર છે અને આ ખાસ દિવસે રાખીની ઉજવણી કર્યા બાદ તમારા બાઈ-બહેન સાથે બોલિવૂડ ફિલ્મોનો ચોક્કસપણે આનંદ માણવો જોઈએ. બોલીવુડની ઘણી એવી ફિલ્મો છે જેને તમે એકસાથે જોશો તો તમારું કનેક્શન વધુ મજબૂત બનશે અને તમારા બોન્ડિંગને મજબૂત કરવામાં મદદ કરશે.
રક્ષાબંધન
રક્ષાબંધનના અવસર પર તમારે અક્ષય કુમારની ફિલ્મ ‘રક્ષાબંધન’ અવશ્ય જોવી જોઈએ. એક ભાઈ ઉપર ચાર બહેનોની જવાબદારી છે અને તે ક્યારેક તેમનો મિત્ર બની જાય છે તો ક્યારેક પિતા. ચારેય બહેનોને શિક્ષિત કરવા અને તેમના લગ્ન કરાવવામાં અને પછી તેમની બહેનની અર્થી પોતાના હાથે ઉઠાવવી કેવુ હોય છે તે તમને આ ફિલ્મ જોઈને સમજાશે. આ ફિલ્મ તમને ખૂબ જ ભાવુક બનાવી શકે છે.
જોશ
જોશ એક ઓવર-પ્રોટેક્ટિવ ભાઈની સ્ટોરી છે. જે તેની બહેન માટે કંઈ પણ કરી શકે છે. બન્ને ભાઈ-બહેન એકબીજાના માતા-પિતા અને મિત્રો છે. ફિલ્મમાં ઐશ્વર્યા રાય બચ્ચન અને શાહરૂખ ખાનની ખાસ બોન્ડિંગ જોવા મળી છે. ઐશ્વર્યા રાય બચ્ચન ભાઈના પ્રેમમાં તેનો હત્યારો સમજીને તેના બોયફ્રેન્ડને પણ છોડી દે છે.
સરબજીત
સરબજીત એક રિયલ લાઈફ સ્ટોરી છે. જે સરબજીત સિંહની કહાની પર આધારિત છે. એક ભારતીય નાગરિક આકસ્મિક રીતે પાકિસ્તાન પહોંચી જાય છે અને સરહદ પાર કર્યા પછી પાકિસ્તાનમાં તેને કેવો ટોર્ચર કરવામાં આવે છે તે જોઈને કોઈના પણ આંખોમાંથી આંસુ આવી જશે. દલબીર કૌરે પોતાના ભાઈને ભારત પરત લાવવા માટે પોતાની પુરી જીંદગી દાવ પર લગાવી દે છે.દલબીર કૌર તમામ પ્રયાસ કરે છે જેના કારણે તેનો ભાઈ પરત આવી શકે. જોકે, ભાઈ તો નહીં પરંતુ તેની ડેડ બોડી ચોક્કસપણે તેના દેશમાં પહોંચે છે.
જાને તૂ… યા જાને ના…
‘જાને તૂ યા જાને ના’માં અલગ-અલગ લાગણીઓ જોવા મળશે. આ એક રોમેન્ટિક ફિલ્મ છે, પરંતુ તેમાં મિત્રતાની સાથે સાથે ભાઈ અને બહેન વચ્ચેના ખાસ સંબંધો પણ દર્શાવવામાં આવ્યા છે. જ્યારે કોઈ ભાઈ તેની બહેનને એટલો પ્રેમ કરે છે કે જો તે તેને છોડીને તેના મિત્રો સાથે વધુ સમય વિતાવે છે, તો તે સંપૂર્ણ રીતે એકલો પડી જાય છે. આ પછી, તેમના સંબંધો બગડે છે અને તેઓ બન્ને અલગ થઈ જાય છે. પરંતુ બાદમાં બન્ને સમાધાન કરે છે અને એકબીજાનું મહત્વ સમજે છે.
રમૈયા વસ્તાવૈયા
‘રમૈયા વસ્તાવૈયા’ પણ એક રોમેન્ટિક ફિલ્મ છે. આમાં એક ગરીબ છોકરી એક અમીર છોકરાના પ્રેમમાં પડે છે અને છોકરાનો પરિવાર તેના ભાઈની સામે તેનું અપમાન કરે છે. આવી સ્થિતિમાં એક ભાઈ પોતાની બહેન માટે બધા સાથે લડે છે. જોકે, બહેનની ખુશી માટે ભાઈ છોકરાને પોતાના ઘરે રાખે છે અને તેની પરીક્ષા કરે છે. સાથે જ પોતાની બહેનને દુઃખી જોઈને તે પોતે જ છોકરાને શરતમાં જીતાવી પણ દે છે.
Source link