GUJARAT

Ranpur: ઓખાથી ભાવનગર જતી ટ્રેનને ઊથલાવવાના પ્રયાસથી દોડધામ

બોટાદ જિલ્લામાં રાણપુર તાલુકાના કુંડલી ગામથી બે કિલોમીટર દૂર રેલવે ટ્રેક ઉપર 4 ફૂટ પાટો ટ્રેક ઉપર ઉભો કરી દેતા.

તેની સાથે ઓખાથી ભાવનગર જતી મંગળવારે મોડી રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ જતી ટ્રેન નં. 19210 અથડાતા ટ્રેનનું એન્જિન બંધ થઈ ગયેલ આની જાણ બોટાદ પોલીસને કરવામાં આવતા બોટાદ જિલ્લા પોલીસ વડા કે. એફ્. બરોલીયા સહિત એલસીબી, એસઓજીનો સ્ટાફ્ દોડી આવેલ. ડોગ સ્કવોડ પણ આવી ગઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ભાવનગરથી તાત્કાલિક બોટાદ જાણ કરતા બીજું એન્જિન બોટાદથી મંગાવીને ટ્રેનને ભાવનગર તરફ્ રવાના કરવામાં આવી હતી. જો કે ટ્રેન ન ઉથલતા મોટીસંખ્યામાં મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. છેલ્લા બે મહિનામાં આખા દેશમાં ઠેક ઠેકાણે ટ્રેન ઉથલાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. ત્યારે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના કુંડલી ગામે પણ આવો હિન પ્રયાસ થતા ચકચાર ફેલાય છે. આ વ્યક્તિ પકડાય જાય તો મોટા ભેદ ઉકેલાય તેમ છે. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાત્રે બે વાગ્યે માલગાડી નીકળી ત્યારે આ કંઈ હતું નહીં. તેથી જાણી જોઈને પેસેન્જર ટ્રેન ઉથલાવવા માટે બે વાગ્યા પછી આ કૃત્ય કરવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ છે. હાલ આરપીએફ્, બોટાદ જિલ્લા પોલીસ, રાણપુર પોલીસ સંયુક્ત રીતે ઝીણવટભરી તપાસ કરી રહી છે.

બોટાદથી બીજું એન્જિન લગાવીને ટ્રેનને ભાવનગર રવાના કરાઈ

ભાવનગર ડીઆરએમ માસુક અહેમદના જણાવ્યા મુજબ ટ્રેન નંબર 19210 ઓખા ભાવનગર મંગળવારે રાત્રે 2:58 મિનિટે કુંડલી પાસેથી પસાર થઈ રહી હતી. ત્યારે ચાર ફૂટ પાટો ઊભો કરી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો હતો. પરંતુ પાટા સાથે એન્જિન અથડાઈને એન્જિનનું પ્રેશર તૂટી જતા એન્જિન બંધ થઈ જતા બોટાદથી બીજું એન્જિન લગાવીને ટ્રેન ભાવનગર ત્રણ કલાક મોડી પહોંચી હતી. ભાવનગરથી આસિસ્ટન્ટ સુરક્ષા કમિશનર બી.એલ.સિંહ પણ ઘટના સ્થળે પહોંચી ગયેલ આરપીએફ્ બોટાદ જિલ્લા પોલીસ સહિત અધિકારીઓ તપાસ ચલાવી રહ્યા છે.

બે પાટા વચ્ચે સ્લીપર પાસે 4 ફૂટનો લોખંડનો પાટો ઊભો કરી દેવાયો હતો

બોટાદ જિલ્લા એસપી કિશોર બરોલીયાના જણાવ્યા મુજબ આશરે બુધવારે 7:30 કલાકે રેલવે સત્તાવાળાઓ દ્વારા રાણપુર પોલીસ અને બોટાદ પોલીસને ઉપરોક્ત બનાવની જાણ કરાતા રાણપુર પોલીસ બોટાદ જિલ્લા એલસીબી, એસઓજી સહિત ઘટનાસ્થળે પહોંચી જઈ વધારે તપાસ હાથ ધરી છે. વધુમાં જાણવા મળ્યા મુજબ બે પાટા વચ્ચે સ્લીપર પાસે ચાર ફૂટનો લોખંડનો પાટો ઊભો કરી દેતા તેની સાથે એન્જિન અથડાઈને બંધ થઈ ગયેલ છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button