NATIONAL

Ayodhya માં દલિત સગીરા સાથે દુષ્કર્મના આરોપીનું એન્કાઉન્ટર

ઉત્તરપ્રદેશના અયોધ્યાના ખંડાસામાં એક દલિત સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. જોકે પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરતા દુષ્કર્મના આરોપી શહબાનને અથડામણ બાદ ઝડપી લીધો છે.

અથડામણમાં શહબાનને પગમાં ગોળી વાગી છે. તેને જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. દુષ્કર્મની ઘટના 20 દિવસ પૂર્વે બની હતી. પીડિતા અને આરોપી શહબાન બંને એક જ ગામના છે. દુષ્કર્મ સમયે શહબાનનો એક સાથી પણ હાજર હતો. ઘટના બાદ શહબાન અને તેનો સાથી ભાગી છૂટયા હતા પરંતુ પીડિત પરિવારને ધમકીઓ મળવાનો સિલસિલો જારી હતો. બીજી સપ્ટેમ્બરે શહબાન તેના સાથીઓ સાથે પીડિતાના ઘરે પહોંચ્યો હતો અને તેને ધમકી આપી હતી. દરમિયાન, ગુરુવારે રાત્રે પોલીસે સઘન શોધખોળ અભિયાન વખતે બાઇકસવાર બે લોકોને રોકવા પ્રયાસ કર્યો, જેમાંથી એક શહબાન હતો. પોલીસના જણાવ્યા મુજબ શહબાને પોલીસ ટીમ પર ફાયરિંગ કરતા પોલીસે પણ વળતું ફાયરિંગ કર્યું, જેમાં એક ગોળી શહબાનના પગમાં વાગી. તેનો સાથી અંધારાનો લાભ ઉઠાવી નાસી છૂટયો હતો. શહબાનની તલાશી લેતાં તેની પાસેથી એક તમંચો, એક કારતૂસનું ખોખું અને એક લાઇવ કારતૂસ કબજે લેવાઈ હતી. નંબર વગરનું બાઇક પણ જપ્ત કરાયું છે. શહબાન સામે પોલીસે એસસી-એસટી એક્ટ, દુષ્કર્મ, પોક્સો અને ધમકી આપવા સંબંધી કલમો હેઠળ એફઆઇઆર નોંધી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button