ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ રતન ટાટાએ બુધવારે દુનિયાને અલવિદા કહી દીધું છે. તેમણે 86 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. રતન ટાટાને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હતા. દરમિયાન તેમની તબિયત અચાનક બગડતાં તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે તેમના નિધનથી આખો દેશ શોકમાં છે. પીએમ મોદીએ પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે રતન ટાટાના અંતિમ સંસ્કાર સરકારી સન્માન સાથે કરવામાં આવશે.
અંતિમ દર્શને મુકાશે નશ્વર દેહ
સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે ભારતના કોહિનૂર હવે રહ્યા નથી.સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે ભારતનો કોહિનૂર હવે રહ્યો નથી. રતન ટાટા જી હવે આપણી વચ્ચે નથી. આ સમગ્ર દેશ માટે દુઃખદ ઘટના છે. આટલા મોટા પદ પર પહોંચ્યા પછી પણ તેઓ જમીન સાથે જોડાયેલા રહ્યા. તેમણે દેશની સેવા કરી છે. તેમના સંબંધીઓએ જણાવ્યું છે કે તેમના પાર્થિવ દેહને ગુરુવારે સવારે 10 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી દક્ષિણ મુંબઈમાં નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટસ (NCPA)માં લોકો શ્રદ્ધાંજલિ આપવા માટે રાખવામાં આવશે. રતન ટાટાના અંતિમ સંસ્કાર વરલી સ્મશાનભૂમિ ખાતે કરવામાં આવશે.
મહારાષ્ટ્રમાં એક દિવસનો શોક
મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ કહ્યું કે રાજ્યમાં એક દિવસનો રાજ્ય શોક જાહેર કરાયો છે. તેમણે કહ્યું કે ગુરુવારે મહારાષ્ટ્રમાં સરકારી કચેરીઓમાં રાષ્ટ્રીય ત્રિરંગો અડધી કાઠીએ રહેશે. આ દિવસે રાજ્યમાં કોઈ મનોરંજન કાર્યક્રમ થશે નહીં. તેમના અંતિમ સંસ્કાર ગુરુવારે મુંબઈના વર્લી વિસ્તારમાં કરવામાં આવશે. મહારાષ્ટ્રના સીએમની સાથે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને પણ રાજ્યમાં એક દિવસના રાજ્ય શોકની જાહેરાત કરી છે. તેમણે ‘X’ પર એક પોસ્ટમાં લખ્યું છે કે, “ઝારખંડ જેવા પછાત રાજ્યને વૈશ્વિક ઓળખ અપાવનાર ટાટા ગ્રૂપના પૂર્વ અધ્યક્ષ અને પદ્મ વિભૂષણ રતન ટાટાના નિધન પર એક દિવસીય રાજ્ય શોકની જાહેરાત કરવામાં આવી છે.”
ઝારખંડમાં પણ એક દિવસનો શોક
મહારાષ્ટ્રના સીએમની સાથે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને પણ રાજ્યમાં એક દિવસના રાજ્ય શોકની જાહેરાત કરી છે. તેમણે ‘X’ પર એક પોસ્ટમાં લખ્યું છે કે,ઝારખંડ જેવા પછાત રાજ્યને વૈશ્વિક ઓળખ અપાવનાર ટાટા ગ્રૂપના પૂર્વ અધ્યક્ષ અને પદ્મ વિભૂષણ રતન ટાટાના નિધન પર એક દિવસીય રાજ્ય શોકની જાહેરાત કરવામાં આવી છે.