રતન ટાટાનું 86 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. તેમણે મુંબઇની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમની ઉંમરને કારણે તેમને સ્વાસ્થ્યની કેટલીક સમસ્યા હતી. આથી તેઓને આઇસીયુમાં દાખલ કરાયા હતા. આમતો રતન ટાટા પ્રોફેશનલ કામ કાજને કારણે ઘણા જ ચર્ચામાં રહ્યા પરંતુ તેમની પર્સનલ લાઇફને કારણે પણ તેઓ ચર્ચામાં રહ્યા હતા. એવુ કહેવામાં આવે છે કે તેઓ એક બોલિવૂડ અભિનેત્રીને પસંદ કરતા હતા. તેઓ તેમની સાથે લગ્ન પણ કરવા માગતા હતા. આ અભિનેત્રી બીજુ કોઇ નહી પરંતુ સિમી ગ્રેવાલ હતી. ત્યારે રતન ટાટાના નિધનના સમાચાર સાંભળીને અભિનેત્રી ઇમોશનલ થઇ ગઇ હતી.
સિમી ગ્રેવાલે દુઃખ કર્યુ વ્યક્ત
સિમી ગ્રેવાલે ઇન્સ્ટાગ્રામ પર રતન ટાટા સાથે પોતાની એક તસવીર શેર કરી છે. જો કે આ ફોટો એડિટ કરીને બનાવવામાં આવ્યો છે. તેણે પોસ્ટ કરીને લખ્યુ કે તેઓ કહે છે કે તમે ચાલ્યા ગયા. આ નુકસાન સહન કરવુ ખૂબ મુશ્કેલ છે. અલવિદા મારા દોસ્ત. મહત્વનું છે કે સિમી ગ્રેવાલે થોડા કલાકો પહેલા જ આ પોસ્ટ શેર કરી હતી. તે રતન ટાટાને સોશિયલ મીડિયામાં ફોલો પણ કરે છે. જો કે રતન ટાટા માત્ર બે લોકોને જ ફોલો કરતા હતા તેમાં સિમી ગ્રેવાલનું નામ ન હતું. આ પોસ્ટ પર ફેન્સ સતત કમેન્ટ કરી રહ્યા છે.
બંને જોવા મળતા હતા સાથે
ઉલ્લેખનીય છે કે સિમી ગ્રેવાલે એક ઇન્ટરવ્યુમાં રતન ટાટા સાથેના સંબંધ વિશે જણાવ્યું હતું. તે રતન ટાટાના વખાણ કરતી પણ જોવા મળી હતી. તેમને એક સજ્જન અને પરફેક્શનિસ્ટ તરીકે પણ વર્ણવવામાં આવ્યા હતા. સિમી ગ્રેવાલે રતન ટાટાના સેન્સ ઓફ હ્યુમરની પ્રશંસા કરતી જોવા મળી હતી. અહેવાલો અનુસાર તે સમયે બંનેને ઘણી વખત સાથે જોવામાં આવ્યા હતા, પરંતુ તેમના સંબંધો ક્યારેય લગ્નના સ્તર સુધી પહોંચ્યા ન હતા. પરંતુ આમ છતાં બંનેએ ઇન્ટરવ્યુમાં એકબીજાના ખૂબ વખાણ કરી રહ્યા હતા.
Source link