NATIONAL

Ratan Tata Health Update: રતન ટાટાની તબિયત નાજુક, મુંબઈની હોસ્પિટલમાં કરાયા એડમિટ

ટાટા સન્સના માનદ ચેરમેન રતન ટાટાની હાલત નાજુક છે અને તેમને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર રતન ટાટાની તબિયત ગંભીર છે. સોમવારે પણ એવા જ અહેવાલો આવ્યા હતા કે, તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે, થોડા કલાકો પછી રતન ટાટાએ એક નિવેદનમાં કહ્યું કે, તેમની ઉંમર અને સંબંધિત તબીબી પરિસ્થિતિઓને કારણે તેમની નિયમિતપણે તબીબી તપાસ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું હતું કે, તેમની તબિયત બિલકુલ ઠીક છે. હવે ફરી એકવાર તેમના સ્વાસ્થ્યને લઈને આ સમાચાર સામે આવ્યા છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button