દેશ અને દુનિયાના દિગ્ગજ અને જાણીતા ઉદ્યોગપતિઓ ટાટા સન્સના પૂર્વ ચેરમેન રતન ટાટાના નિધનથી વિશ્વભરમાં શોકની લહેર ફેલાઈ છે. લોકો તેઓને યાદ કરીને ભાવુક થઈ રહ્યા છે. તેઓની સિદ્ધિઓ અને વ્યકિતત્વને યાદ કરી રહ્યા છે. વિશ્વના ઘણા જાણીતા દિગ્ગજ તેઓને શ્રદ્ધાંજલી આપઠી રહ્યા છે. દેશ અને દુનિયાના ઘણા ઉદ્યોગપતિઓ તેઓના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. જાણીઓ કઈ હસ્તીએ રતન ટાટાને લઈ શું કહ્યું….?
સુંદર પિચાઈ
ગૂગલ અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પીચાઈએ રતન ટાટાના નિધન પર તેઓને યાદ કરતા લખ્યું કે, ગૂગલમાં રતન ટાટા સાથે મારી ગત મુલાકાતમાં અમે વેમોની પ્રગતિ અંગે વાત કરી હતી. તેઓનું વિઝન સાંભળવું પ્રેરણાદાયક હતું. તેઓ એક અસાધારણ વ્યવસાય અને પરોપકારી વારસો છોડી ગયા છે, અને ભારતમાં આધુનિક વ્યવસાય નેતૃત્તવ અને માર્ગદર્સન અને વિકસિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. તેઓએ ભારતને શ્રેષ્ઠ બનાવવા ઊંડી ચિંતા કરી હતી. તેઓના પ્રિયજનોને પ્રત્યે ઊંડી સંવેદના અને રતન ટાટાજીને આત્માને શાંતિ મળે.
બિલ ગેટસ
માઈક્રોસોફ્ટના સહ-સંસ્થાપક અને ચેરમેન બિલ ગેટસે પણ પોતાનું દુ:ખ વ્યક્ત કરતા પ્રોફેશન સોશિયલ સાઈટ પર લખ્યું, રતન ટાટા એક દૂરદર્શી લીડર હતા, જેઓના જીવનને ઉત્તમ બનાવવાના સમર્પણે ભારત અને વિશ્વ પર એક અમિટ છાપ છોડી. મને ઘણીવાર મળવાનું સૌભાગ્ય મળ્યું, અને હું હંમેશા તેઓના ઉદ્દેશ્ય અને માનવતાની સેવાની દ્રઢ ભાવનાથી પ્રભાવિત થયો. સાથે મળીને અમે લોકોએ આરોગ્ય, વધુ સમૃદ્ધ જીવન જીવવામાં મદદ કરવા માટે ઘણી પહેલ પર ભાગીદારી કરી. તેઓની ખોટ આવતા વર્ષોમાં વિશ્વ ભરમાં અનુભવાશે. પરંતુ મને ખબર છે કે તેઓએ જે વારસો છોડ્યો છે અને જે ઉદાહરણ રજૂ કર્યું છે તે પેઢીઓ સુધી પ્રેરણા આપતું રહેશે
ગૌતમ અદાણી
અદાણી ગૃપના ચેરમેને પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે, ભારતે એક દિગ્ગજ, એક દૂરદર્શી વ્યકિતને ગુમાવી દીધો છે, જેને આધુનિક ભારતના માર્ગને ફરીથી પરિભાષિત કર્યો. રતન ટાટા માત્ર એક કારોબારી લીડર નહોતા, તેઓએ ઈમાનદારી, કરૂણા અને વ્યાપક ભલાઈ માટે એક અતૂટ કટિબદ્ધતાની સાથે ભારતની ભાવનાને મૂર્ત રૂપ આપ્યું. તેઓના જેવા દિગ્ગજ કદી સમાપ્ત નહિ થાય. ઓમ શાંતિ….
આનંદ મહિન્દ્રા
આનંદ મહિન્દ્રાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું – હું રતન ટાટાની ગેરહાજરી સ્વીકારવા સક્ષમ નથી. ભારતની અર્થવ્યવસ્થા ઐતિહાસિક છલાંગ લગાવવાની અણી પર છે. આ પરિસ્થિતિમાં અમારા હોવા પાછળ રતનના જીવન અને કાર્યનો ઘણો ફાળો છે. તેથી, તેમનું માર્ગદર્શન આ સમયે અમૂલ્ય બની રહેશે. તે ગયા પછી, આપણે ફક્ત તેના ઉદાહરણને અનુસરવા માટે પ્રતિબદ્ધ છીએ. કારણ કે તે એક એવા ઉદ્યોગપતિ હતા જેમના માટે વૈશ્વિક સમુદાયની સેવામાં મૂકવામાં આવે ત્યારે નાણાકીય સંપત્તિ અને સફળતા સૌથી વધુ ઉપયોગી હતી. ગુડબાય અને ભગવાન આશીર્વાદ, શ્રી ટી. તમને ભૂલવામાં આવશે નહીં, કારણ કે દંતકથાઓ ક્યારેય મરતા નથી…ઓમ શાંતિ.