BUSINESS

Business: લોન પર વધુ પડતું વ્યાજ વસૂલતી ચાર એનબીએફસી પર આરબીઆઇનો પ્રતિબંધ

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ ચાર લોનની રકમ પર વધુ પડતું વ્યાજ વસૂલવા બદલ ચાર નોન બેંકિગ ફાયનાન્સ કંપની (એનબીએફસી) દ્રારા નવી લોન મંજૂર કરવા પર કે લોન આપવા પર પ્રતિબંધ મુક્યો છે.

આ ચાર એનબીએફસીમાં સચીન બંસલની આગેવાનીમાં કાર્યરત નવી ફિનસર્વ અને મિત્સુબિશી યુએફજે ફાયનાન્સિયલ ગ્રુપનું પીઠબળ ધરાવતી ડીએમઆઇ ફાયનાન્સ સમાવિષ્ટ છે. વધુ વ્યાજ વસુલવા બદલ આરબીઆઇ દ્રારા વિવિધ એનબીએફસીને ચેતવણી આપવામાં આવી તેના દસ જ દિવસમાં આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ પ્રતિબંધ 21મી ઓક્ટોબરે કામકાજના કલાકો પૂર્ણ થાય તે પછી તરત જ એટલે કે 22મી ઓક્ટોબરથી લાગુ પડશે. જે અન્ય બે કંપનીઓ પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે તેમાં મન્નાપુરમ ફાયનાન્સ દ્રારા પ્રમોટ કરવામાં આવેલી આશિર્વાદ માઇક્રો ફાયનાન્સ લિમિટેડ અને કોલકતા સ્થિત આરોહણ ફાયનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ પણ સમાવિષ્ટ છે.

આ પ્રતિબંધ અંગે આરબીઆઇએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે મધ્યસ્થ બેંક દ્રારા આ કંપનીઓના કારોબારની ચકાસણી કરવામાં આવી ત્યારે તેમના દ્રારા લોનની રકમ પર અનૈતિક રીતે ખૂબ જ વધુ પડતું કહી શકાય એટલું વ્યાજ વસૂલ કરવામાં આવતું હતું. આરબીઆઇ દ્રારા ડેટા એકત્ર કરીને જે ચકાસણી હાથ ધરવામાં આવી હતી તેમાં પણ આ પ્રકારની ગેરરિતી સાબિત થતી હતી. ઉલ્લેખનીય છે કે 9મી ઓક્ટોબરે આરબીઆઇની એમપીસીના નિર્ણયોની જાહેરાત કરતી વખતે આરબીઆઇના ગવર્નર શશિકાંત દાસએ એનબીએફસી, માઇક્રો ફાઈનાન્સ કંપની અને હાઉસિંગ ફાયનાન્સ કંપનીને લોન પર વધુ વ્યાજ વસુલવા બદલ ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આ ફાયનાન્સ કંપનીઓ દ્રારા કારોબારની વૃદ્ધિની લાલચમાં વૃદ્ધિનો દર સાતત્યપૂર્ણ રહે એવી નીતિને બાજુ પર મુકી જે ગેરરીતિ આચરવામાં આવે છે તે અયોગ્ય છે. આરબીઆઇએ આવી ગેરરીતિ અંગે ચિંતા વ્યકત કરી હતી અને કોઇ પણ ભોગે કારોબારમાં વૃદ્ધિ ઇચ્છતી કંપનીઓને આવું ન કરવા જણાવ્યું હતું. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે જો આવી ગેરરિતી આચરતી કંપનીઓ પોતાની રીતે આવી પ્રવૃત્તિ બંધ નહીં કરે તો આરબીઆઇ કડક પગલાં લેતા અચકાશે નહીં.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button