BUSINESS

RBIએ નિયમોના ઉલ્લંઘન બદલ 5 બેન્કોને ફટકાર્યો દંડ,ગ્રાહકો પર શું થશે અસર?

  • 2 બેન્કો અને 3 ફાઇનાન્સ કંપનીઓ સામે RBIની મોટી કાર્યવાહી
  • CSB બેન્ક, યૂનિયન બેન્ક ઓફ ઈન્ડિયા અને મુથૂટ ફાઈનાન્સને ફટકાર્યો દંડ
  • RBIની કાર્યવાહીથી બેન્કિંગ સિસ્ટમ મજબૂત બનશે

ભારતીય રિઝર્વ બેન્ક આ દિવસોમાં બેન્કો અને ફાઇનાન્સ કંપનીઓ પર કડક નજર રાખી રહી છે. બેન્કો અને ફાઇનાન્સ કંપનીઓ દ્વારા નિયમોના ઉલ્લંઘન પર RBI એક્શન મોડમાં હોય તેવું લાગે છે. સોમવારે રિઝર્વ બેન્કે 2 બેન્કો અને 3 ફાઇનાન્સ કંપનીઓ સામે મોટી કાર્યવાહી કરી છે. આ અંતર્ગત CSB બેન્ક, યૂનિયન બેન્ક ઓફ ઈન્ડિયા અને મુથૂટ હાઉસિંગ ફાઈનાન્સ સહિત પાંચ સંસ્થાઓને ભારે નાણાકીય દંડ ફટકારવામાં આવ્યો છે.

રેગુલેટરી નોમ્સના ઉલ્લઘંનના બદલ દંડ ફટકારાયો

જે બેન્કિંગ એકમો પર RBI દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે તેમાં નિડો હોમ ફાઇનાન્સ લિમિટેડ અને અશોકા વિનિયોગ લિમિટેડનો પણ સમાવેશ થાય છે. આ દંડ રેગુલેટરી નોમ્સના ઉલ્લઘંનના કારણે ફટકારવામાં આવ્યો છે. RBIએ કોના પર અને કેટલો દંડ ફટકાર્યો છે.

CSB બેન્કને 1.86 કરોડનો દંડ

RBIએ CSB બેન્ક પર નાણાકીય સેવાઓના આઉટસોર્સિંગમાં રિસ્ક મેનેજમેન્ટ તથા આચારસંહિતા સંબંધિત ગાઈડલાઈન અને શાખા અધિકૃતતા પર માસ્ટર સર્ક્યુલેશન સંબંધિત કેટલીક સૂચનાઓનું પાલન ન કરવા બદલ 1.86 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે.

યૂનિયન બેન્ક ઓફ ઈન્ડિયાએ 1.06 કરોડ દંડ ફટકાર્યો

સેન્ટ્રલ બેન્કે અન્ય એક નિવેદનમાં જણાવ્યું હતું કે, યૂનિયન બેન્ક ઓફ ઈન્ડિયા પર નો યોર કસ્ટમર (KYC)ને સંબંધિત કેટલાક નિયમોનું પાલન ન કરવા અને અન્ય કારણો બદલ 1.06 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

મુથુટ હાઉસિંગ ફાઇનાન્સને 5 લાખનો દંડ

મુથુટ હાઉસિંગ ફાઈનાન્સ કંપનીને નોન-બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપની – હાઉસિંગ ફાઇનાન્સ કંપની નિર્દેશો 2021ની કેટલીક જોગવાઈઓનું પાલન ન કરવા બદલ 5 લાખ રૂપિયાનો દંડ લાદવામાં આવ્યો છે.

નિડો હોમ ફાઇનાન્સ અને અશોકા વિનિયોગને 3.1 લાખનો દંડ ફટકાર્યો

આ ઉપરાંત નિડો હોમ ફાઇનાન્સ લિમિટેડને 5 લાખ રૂપિયા અને અશોકા વિનિયોગ લિમિટેડને 3.1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

RBIના એક્શનથી ગ્રાહકો પર શું અસર થશે?

RBIએ કહ્યું કે, દરેક કેસમાં દંડ નિયમનકારી અનુપાલનમાં ખામીઓ પર આધારિત છે અને તે આ સંસ્થાઓના નાણાકીય વ્યવહારો સાથે સંબંધિત નથી. આ દંડ એ સંકેત છે કે RBI બેન્કોને નિયમોનું પાલન કરવા દબાણ કરી રહી છે. તેનાથી બેન્કિંગ સિસ્ટમ મજબૂત બનશે અને ગ્રાહકો ભવિષ્યમાં વધુ સારી સેવાઓ મેળવી શકશે. એટલું જ નહીં તમારા પૈસા પણ સુરક્ષિત રહેશે.

એટલે કે RBIના આ નિર્ણયથી ગ્રાહકોને નુકસાન થવાને બદલે ફાયદો થશે. તમને તમારી બેન્ક અથવા નાણાકીય સંસ્થામાંથી પૈસા જમા કરાવવા અથવા ઉપાડવામાં કોઈ સમસ્યા નહીં થાય.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button