GUJARAT

Dhandhuka: પંથકમાં પાછોતરા વરસાદથી થયેલા નુકસાન માટે રિ-સરવે કરો

ધંધૂકા તાલુકાના ખેડૂતો દ્વારા પ્રાંત અધિકારીને આવેદન આપીને પાક ધોવાણ વળતરમાં રી-સર્વે કરવા માટે માંગ કરી હતી. તો એપીએમસી ના પૂર્વ ચેરમેન સહદેવસિંહ ગોહિલે મુખ્યમંત્રીને પત્ર લખી વિસ્તારના ખેડૂતોની લાગણી અને માંગણીને સરકાર ધ્યાને લે તેવી રજૂઆત કરી હતી.

ધંધૂકા પંથકમાં વરસાદ બાદ પાકને નુકસાન અંગે સરકારે સર્વે કર્યો. પરંતુ તેમાં પણ માત્ર તલના પાકની નુકસાનીના વળતર મળવાપાત્ર થતા ખેડૂતોમાં ગણગણાટ શરૂ થયો છે. જે અનુસંધાને કપાસના પાકને છેલ્લા વરસાદથી ભારે નુકસાન થવા પામેલ છે. પરંતુ તેનો કોઈ સર્વે હાથ નહીં ધરાયો હોવાથી વળતરથી આ ખેડૂતો વંચિત રહ્યા છે. વળી ભાલ પંથકમાં મોટાપાયે ઘઉં અને ચણાની ખેતી કરવામાં આવે છે. જેની વાવણી તા. 10મી ઓક્ટોબરની આસપાસ થતી હોય છે. પરંતુ આ વર્ષે ખેતરો હજુય વરસાદી પાણીથી ભરેલા છે. વળી છેલ્લા વરસેલા વરસાદ બાદ ભાડલા ડેમ અને સરવા ડેમના પાણી છોડાતા ફરી સુકાવાની અણી પરના ખેતરોમાં નદીઓના પાણી ઘુસી ગયા. જેના કારણે વાવણી અશક્ય બની છે. ત્યારે ખેડૂતો ચિંતિત બન્યા છે. એપીએમસીના પૂર્વ ચેરમેન સહદેવસિંહ ગોહિલે મુખ્યમંત્રી સહિત મંત્રીઓ અને ધારાસભ્ય અને ભાજપના વરિષ્ઠ આગેવાનોને પત્ર લખી આ વિસ્તારમાં કપાસને માતબર નુકસાન હોઈ રી-સર્વે કરવા રજૂઆત કરી હતી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button