અમદાવાદમાં ભુવા નવલસિંહ ચાવડાને લઇ મોટો ખુલાસો થયો છે,ભુવાએ અત્યાર સુધી 12 લોકોની તંત્ર-મંત્રના નામે 12 લોકોની હત્યા કરી હોવાની કબૂલાત સામે આવી છે,જેમાં સોડિયમ નાઈટ્રેટનો ઉપયોગ કરી નવલસિંહ હત્યા કરતો હોવાનું સામે આવ્યું છે,રિમાન્ડ દરમિયાન ભુવાની તબિયત લથડી હતી અને લોકઅપમાં વોમિટિંગ બાદ ઢળી પડ્યો હતો,હાલ પોલીસે આરોપી અને મૃતક એવા નવલસિંહના મૃતદેહને પીએમ અર્થી મોકલી આપ્યો છે.
સિરિયલ કિલર તાંત્રિકને લઈ ખુલાસો
12 લોકોની હત્યા કરનાર સિરિયલ કિલર તાંત્રિકને લઈ ખુલાસો થયો છે જેમાં હત્યારા નવલસિંહના ઘરે સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે.અમદાવાદના વેજલપુરની અક્ષરધામની સોસાયટીમાં ઘરમાં જ તાંત્રિક વિધિ કરતો હતો હત્યારો નવલસિંહ સાથે સાથે અનેક લોકો હત્યારા પાસે તાંત્રિક વિધિ કરાવવા આવતા હોવાની વાત પણ સામે આવી છે.રવિવારે અને મંગળવારે તાંત્રિકના ઘરે લાગતી હતી ભીડ,તો મહત્વની વાત તો એ છે કે,કેટલાક લોકોના ઘરે જઈને પણ વિધિ કરતો હતો તાંત્રિક.
લોકોને ફસાવતો જાળમાં
આ મૃતક તાંત્રિકની વાત કરવામાં આવે તો લોકોને અમીર બનાવવાની લાલચ આપી સકંજામાં લેતો હતો અને પોતાની માયાજાળમાં ફસાવતો હતો મૃતક તાંત્રિકને 2 દીકરી, 1 દીકરો, અને પત્ની છે,દારૂ કે પાણીમાં સોડિયમ નાઈટ્રેટ ભેળવી કરતો હત્યા અને સિરિયલ કિલર નવલસિંહનું ગઈકાલે થયું છે મોત.નવલસિંહ ચાવડા 10 ડિસેમ્બર સુધીના રિમાન્ડ પર હતો અને ગઈકાલે અચાનક તેનું મોત થયું છે.આ આરોપી નવલસિંહ ચાવડાએ તાંત્રિક વિધિના નામે 12 જેટલા લોકોની હત્યા કરી હતી,અસલાલીમાં 1 હત્યા, સુરેન્દ્રનગરમાં 3 હત્યા રાજકોટના પડધરીમાં 3 હત્યા, અંજારમાં 1 હત્યા અને વાંકાનેરના એક વ્યક્તિની હત્યા કરી હતી.પોતાના જ પરિવારના 3 લોકોની હત્યા કરી હોવાની વાત સામે આવી છે.
એક સ્યુસાઈડ નોટ પોલીસને મળી આવી
ભૂવા સાથે કામ કરતા કાદરઅલી નામના વ્યક્તિ પાસેથી સ્યુસાઈટ નોટ પણ મળી આવી છે,બીજી તરફ જે મઢમાં ફેકટરી માલિકની હત્યા કરી દાટવાની વાત હતી તે મઢમાં પોલીસે ચેકિંગ કર્યુ છે,મઢમાં પણ ખોદકામ શરૂ કરવામાં આવ્યું છે અનેક લોકોને ભૂવાએ ફસાવી મોતના મુખમાં ધકેલવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે,અગાઉ ભોગ બનાર લોકો પણ તપાસ કરતા અધિકારીઓને મળવા દોડી આવ્યા હતા અને પોલીસ આ મામલે હજી પણ નવો ખુલાસો કરે તેવી શકયતાઓ સેવાઈ રહી છે.
શું હતી સમગ્ર ઘટના?
અમદાવાદના સરખેજ વિસ્તારમાં રહેતા ચોંગોદરમાં એબીઆર કોસ્મેટિક ટ્રેડિંગ ફેક્ટરીના માલિક અભિજિત સિંહ રાજપૂતે ભુવા નવલસિંહ ચાવડાએ તાંત્રિક વિધિ દ્વારા એક કા ચાર કરી આપવાની લાલચ આપી હતી. ભુવાીએ ફેક્ટરીના માલિકને 1 ડિસેમ્બરે બપોરે 3 વાગ્યે સનાથલ ખાતે રૂપિયા લઈને બોલાવ્યો હતો. ત્યારબાદ તાંત્રિક વિધિના નામે માલિકને પ્રવાહી પદાર્થમાં ઝેરી પદાર્થ ભેળવીને વિધિના બહાને પીવડાવી તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો. ફેક્ટરીના માલિકની હત્યા કરી ભુવા સમગ્ર રૂપિયા લઈ નાસી જવાની તૈયારીમાં હતો. જોકે, સમગ્ર મામલાની સરખેજ પોલીસને બાતમી મળતાં તે સમયસર ઘટના સ્થળે પહોંચી અને ફેક્ટરીના માલિકનો જીવ બચાવી લીધો હતો.
Source link