અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આજે વહેલી સવારે થયેલ બ્લાસ્ટમાં મોટો ખુલાસો થયો છે,જેમાં અમદાવાદ પોલીસને મોટી સફળતા મળી છે,મુખ્ય આરોપી રૂપેણ અને અન્ય એક આરોપી ફરાર છે,સાબરમતી વિસ્તારમાં રૂપેણ એકલો વસવાટ કરે છે અને તેને તેના છૂટાછેડા પણ થઈ ગયા છે ત્યારે પોલીસે રૂપેણના ઘરેથી હથિયારો પણ જપ્ત કર્યા છે.
બ્લાસ્ટ મુદ્દે મોટો ખુલાસો
પોલીસને સવારે મેસેજ મળ્યો હતો કે સાબરમતી વિસ્તારમાં પાર્સમાં બ્લાસ્ટ થયો છે અને ત્યારબાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ,એટીએસ અને પોલીસની ટીમ કામે લાગી ગઈ હતી,મુખ્ય બે આરોપી ફરાર છે જેમાં એક આરોપીની ઘટના સ્થળેથી ધરપકડ કરવામાં આવી છે,મુખ્ય આરોપી રૂપેણ છે અને પોલીસે તેના ઘરે તપાસ કરી હતી તો તેના ઘરેથી 3 હથિયાર પણ મળી આવ્યા છે,બોમ્બ બનાવવા માટેનું મટિરિયલ પણ મળી આવ્યુ હતુ એટલે મહત્વની વાત તો એ છે કે આરોપીઓ ભેગા મળીને બળદેવની હત્યા કરવા આવ્યા હતા ?
આરોપી રૂપેણ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે
મુખ્ય આરોપી રૂપેણના ઘરેથી હથિયાર મળી આવ્યા છે જેના કારણે પોલીસ પણ ચૌંકી ઉઠી છે,આરોપી રૂપેણ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને પહેલીથી ક્રાઈમના અલગ-અલગ ગુનાઓ આરોપી આચરી ચૂકયો છે,આરોપીએ અમદાવાદમાં અને અમદાવાદ બહાર કેટલા ગુના કર્યા છે તે દિશામાં લોકલ પોલીસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી છે,પોલીસે આસપાસના લોકોના નિવેદન પણ લીધા છે,આરોપી રૂપેણ કેટલા સમયથી ફલેટમાં રહેતો હતો અને કોણ-કોણ અવર-જવર કરતુ હતુ તે દિશામાં પણ પોલીસે તપાસ કરી છે.
દેશી બનાવટના હથિયાર
પોલીસ જયારે રૂપેણના ઘરે પહોંચે છે તો પોલીસ પણ સ્તબ્ધ થઈ જાય છે કેમકે પોલીસને તેના ઘરેથી દેશી બનાવટના હથિયાર મળી આવ્યા હતા અને બોંબ બનાવવા માટે જે મટીરીયલ વપરાય છે તે મટીરીયલ રૂપેણના ઘરેથી મળી આવ્યું છે,ક્રાઈમ બ્રાન્ચે અલગ-અલગ 3 મટીરીયલ પણ જપ્ત કર્યા છે અને તેને તપાસ માટે એફએસએલમાં મોકલી આપ્યા છે,આરોપી રૂપેણ મુખ્ય આરોપી છે અને તે બળદેવની હત્યા કરવાના પ્લાનિંગમાં હોય તેવી માહિતી સૂત્રો પાસેથી મળી આવી છે એટલે એણે પાર્સલમાં બેટરી મોકલી અને બ્લાસ્ટ કરાવ્યો.ત્યારે આરોપી ઝડપાય ત્યારે મોટા ખુલાસા થઈ શકશે અને પોલીસને પણ બીજી જાણકારી મળી શકે છે આરોપીઓ પાસેથી.
Source link