હારીજ માર્કેટીંગ યાર્ડ ખાતે ચેરમેન અને વાઇસ ચેરમેન માટે અઢી વર્ષ પૂર્ણ થતાં બીજા અઢી વર્ષ માટેની ચૂંટણી પ્રક્રિયા જિલ્લા રજીસ્ટ્રારના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં ભાજપા દ્વારા આપવામા આવેલા મેન્ડેટ વર્તમાન ચેરમેન વાઘજીભાઈ અને તેમના ટેકેદારોને માન્ય નહીં રહેતા મોટાભાગના ભાજપાના ડિરેક્ટરો વચ્ચે ચેરમેન પદ માટે સામ-સામે ચૂંટણી યોજાઈ હતી. જેમાં બળવો કરી ઉમેદવારી કરનાર વાઘજીભાઈ વિસાભાઈ ચૌધરી મેન્ડેટ મેળવનાર બાબુભાઈ સવાભાઈ ચૌધરી સામે એક મતથી વિજયી બન્યા હતા.
ચેરમેન – વા. ચેરમનની ટર્મ પૂરી થતાં ચૂંટણી યોજવામાં આવી
સમગ્ર ચૂંટણીમાં મેન્ડેટ વિરુદ્ધ ચૂંટણી યોજાતા બંને ઉમેદવારોના ટેકેદારોની યાર્ડની ઓફિસ બહાર ભીડ જામી હતી અને રાજકીય સહકારી વાતાવરણ ગરમાયું હતું. હારીજ ખાતે ત્રણ માસ અગાઉ ગત ટર્મમાં ચેરમેન તરીકે ભગવાનભાઈ ચૌધરી નિયુક્ત થયા હતાં પણ તેમનુ હૃદય રોગના હુમલામાં દેવલોક પામતા ત્રણ માસ અગાઉ ચૂંટણીમા ભાજપા દ્વારા વાઘજીભાઈ વિસાભાઈ ચૌધરીના નામનો મેન્ડેટ અપાતા વાઘજીભાઈ ચેરમેન બન્યા હતાં. પ્રથમ અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા બીજા અઢી વર્ષ માટે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી માટે મંગળવારના માર્કેટીંગ યાર્ડના બીજા માળે મિટિંગ હોલમાં ચૂંટણી પ્રક્રિયા જિલ્લા રજીસ્ટ્રાર અને ચૂંટણી અધિકારી મિતેશ ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને હાથ ધરાઈ હતી. જેમાં ભાજપાએ ચેરમેન પદ માટે ચૌધરી બાબુભાઈ સવાભાઈ અને વાઇસ ચેરમેન માટે ઠક્કર દિલીપભાઇ ભોગીભાઈના નામનો મેન્ડેટ જાહેર કરાયો હતો. પરંતુ વર્તમાન ચેરમેનને મેન્ડેટ મંજૂર નહીં હોઈ બળવો કરી ચેરમેન માટે ફોર્મ ભરતા ચૂંટણી યોજાઈ હતી. જેમાં બાબુભાઈ સવાભાઈ ચૌધરી અને વર્તમાન ચેરમેન વાઘજીભાઈ વિસાભાઈ ચૌધરી બંનેએ ચેરમેન માટે ફોર્મ ભર્યા હતાં. જેમાં કુલ 17 સભ્યોમાં વાઘજીભાઈને 9 મત મળ્યા હતાં અને બાબુભાઈને 8 મત મળતા વાઘજીભાઈ વિસાભાઈ એક મતથી વિજયી બન્યા હતાં.
પ્રદેશ ભાજપ મોવડી મંડળની સૂચના અનુસાર જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. દશરથજી ઠાકોર દ્વારા આજ રોજ હારીજ એ.પી.એમ.સી.માં ચેરમેનની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ કાર્ય કરવા બદલ એ.પી.એમ.સી.ના ભાજપના ચૌધરી વાઘજીભાઈ વિસાભાઈ(પક્ષના મેન્ડેટ વિરુધ્ધ ઉમેદવારી કરનાર) ઠાકોર રમેશજી કુબેરજી (દરખાસ્ત કરનાર) અને મહેતા જીગરભાઈ અરવિંદભાઇ ટિકો આપનાર) સભ્યને શિસ્તભંગના પગલા બદલ તાત્કાલિક અસરથી ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું પાટણ જિલ્લા મહામંત્રી ભાવેશ પટેલ જણાવ્યું હતું.
Source link