GUJARAT

Botad: માર્કેટિંગ યાર્ડમાં કપાસની રેકોર્ડબ્રેક આવક, ખેડૂતોને સારા ભાવ મળતા ખુશીનો માહોલ

બોટાદ શહેરના કોટન માર્કેટિંગ યાર્ડમાં કપાસની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ છે. નાના મોટા 2000 જેટલા વાહનોમાં 1.25 લાખ મણની આવક થઈ રહી છે. બોટાદ માર્કેટિંગ યાર્ડની ઓળખ રોકડ વ્યવહાર છે, ત્યારે હાલમાં આવક સામે રોજ આશરે 25 કરોડ જેટલી રકમ ચૂકવવામાં આવે છે.

આસપાસના જિલ્લાના પણ ખેડૂતો કપાસ વેચવા આવી રહ્યા છે

1200થી લઈ 1500 રૂપિયા સુધીના કપાસના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે, સાથે જ યાર્ડના પારદર્શક વ્યવહારથી ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. બોટાદ શહેરમાં આવેલા કોટન યાર્ડ સૌરાષ્ટ્રનું સૌથી મોટું કોટન યાર્ડ માનવામાં આવે છે. અહીં બોટાદ જિલ્લા સહિત સુરેન્દ્રનગર, રાજકોટ તેમજ અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો પણ અહીં આવી પોતાનો કપાસ વેચે છે.

માર્કેટિંગ યાર્ડમાં હાલ 1.25 લાખની રેકોર્ડ બ્રેક આવક જોવા મળી

કારણ કે અહીં ખરો તોલ અને રોકડ વ્યવહારથી બોટાદ માર્કેટિંગ યાર્ડ મોટી ઓળખ ધરાવે છે. ત્યારે હાલ દિવાળીનો તહેવાર નજીક આવતો હોય જેને લઈ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં નાના મોટા 2000 જેટલા વાહનોમાં 1.25 લાખ મણ કપાસની આવક થઈ રહી છે. ત્યારે દર વર્ષે આ સમય દરમ્યાન 1 લાખ મણની આસપાસ આવક થતી હોય છે, જેની સામે હાલ 1.25 લાખની રેકોર્ડ બ્રેક આવક જોવા મળી રહી છે.

માર્કેટિંગ યાર્ડના ચેરમેને પણ કપાસની મોટી આવક થતાં ખુશી વ્યક્ત કરી

ત્યારે આટલી મોટી સંખ્યામાં આવક થતા રોજ આશરે 25 કરોડ રૂપિયા ખેડૂતોને ચુકવવામાં આવે છે. તેમજ અહીં આવનાર ખેડૂતોને પણ હાલ 1200થી 1500 રૂપિયા સુધીનો ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, તેમજ ખેડૂતોના જણાવ્યા મુજબ આટલી આવક છતાં રોકડ રકમ મળે છે તેમજ બોટાદ યાર્ડના કર્મચારીઓ દ્વારા પણ સારો સહકાર મળતા કોઈ ખેડૂતોને અગવડ પડતી નથી અને ગમે તેટલા વાહનો લઈ ખેડૂતો આવે તો તમામ ખેડૂતો સાથે સારો વ્યવહાર અને પારદર્શક વ્યવહાર થતાં ખેડૂતો ખુશ છે તો યાર્ડ ચેરમેને પણ કપાસની મોટી આવક થવાના કારણે ખુશી વ્યક્ત કરી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also
Close
Back to top button