ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. અટલબિહારી વાજપાઇના જન્મદિવસ તારીખ 25મી ડિસેમ્બરને દેશમાં સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે સુશાસન અઠવાડિયાની ખેડા જિલ્લાકક્ષાની ઉજવણી નિમિત્તે મહેસુલી રિફ્રેશર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહેસુલી કર્મચારીઓ અધિકારીઓમાં કાર્યક્ષમતામાં વધારો થાય, કાયદા અને નિયમોની અધ્યતન જોગવાઈઓથી માહિતગાર થાય અને પરિણામે જાહેર જનતા તેમજ નાગરિકોની મહેસુલ વિભાગની વિવિધ સેવાઓ સરળતાથી પારદર્શક રીતે ઝડપથી મળી રહે તેવા આશયથી તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જમીન મહેસુલ વહીવટના વિવિધ વિષયોના જિલ્લાકક્ષાના માસ્ટર ટ્રેનર દ્વારા જિલ્લા મહેસુલી પરિવાર દ્વારા વિગતવાર તાલીમ આપવામાં આવી હતી.જમીન મહેસુલને લગતા કાયદાઓ, જમીન મહેસુલ વહીવટનો ઇતિહાસ, હક્કપત્રકની જોગવાઈ, જમીન વહીવટમાં કોમ્પ્યુટરાઇઝેશન અને ડીઝીટાઇઝેશન, મહેસુલી કોર્ટ કાર્યવાહી અને પ્રોસિજર વગેરે વિષયો ઉપર મહેસુલ વિભાગના ક્લાર્કથી લઈ નાયબ કલેકટર કક્ષાના સ્ટાફ્ને તાલીમબદ્ધ કરવામાં આવ્યા હતા.
Source link