GUJARAT

Ahmedabad: પીએચ.ડીમાં પ્રવેશ માટે આજથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ શકે

અનેક વિવાદોમાં ઘેરાયેલ પીએચડી પ્રવેશ પ્રક્રિયાને લઈ ગુજરાત યુનિવર્સિટી દ્વારા મંગળવારથી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવે તેવુ જાણવા મળ્યું છે. આજે સોમવાર સાંજથી રજિસ્ટ્રેશન શરૂ થવાનું હતુ પરંતુ કેટલીક ટેકનિકલ એરરના લીધે સરૂ થઈ શક્યુ નહોતુ.

ગુજરાત યુનિવર્સિટીના જુદા જુદા 84 જેટલા વિષયની અંદાજે 930 જેટલી બેઠક માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. વિદ્યાર્થીઓેએ સરકારના જીકાસ પોર્ટલમાં જ સમર્થ પોર્ટલ પર ક્લિક કરવાનું રહેશે, જ્યાં કેટલિક સામાન્ય વિગતો જણાવી ફી પેટે નક્કી કરેલ પેમેન્ટ ભરવાનું રહેશે.

સરકાર દ્વારા જીકાલ પોર્ટલમાં 1લી ઓક્ટોબરથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી પરંતુ ગુજરાત યુનિવર્સિટીની પ્રક્રિયા શરૂ થઈ નહોતી. કારણ કે, જીકાસ પોર્ટલમાં રૂ.300 ફી નક્કી કરવામાં આવેલી છે જ્યારે ગુજરાત યુનિવર્સિટી દ્વારા રૂ.1 હજાર ફી નક્કી કરવામાં આવી હતી. એ પહેલા સરકારે જીકાસનો આગ્રહ રાખી યુનિ.ની પ્રક્રિયા અટકાવી દીધી હતી. બાદમાં જીકાસના અધિકારીઓ હાથ અધ્ધર કરી દેતા યુનિવર્સિટીએ ફરી સમર્થ પોર્ટલમાં પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી હતી. જે અન્વયે હવે ગુજરાત યુનિ. દ્વારા મંગળવારથી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જોકે હાલની સ્થિતિ જોતા હવે પ્રવેશ પરીક્ષા દિવાળી પછી જ યોજાય તેવા એંધાણ છે. આના કારણે પીએચડી કરવા માટે તમામ તૈયારીઓ કરી ચૂકેલા વિદ્યાર્થીઓએ ભારે મુસીબત વેઠવી પડી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button