એશિયાના દિગ્ગજ કારોબારી અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી 37 શેર હોલ્ડર્સને દિવાળી પહેલા મોટી ગીફ્ટ આપવા જઈ રહ્યા છે. મુકેશ અંબાણીએ બોનસ શેરની રેકોર્ડ ડેટની જાહેરાત કરી છે. કંપનીના બોનસ શેર માટે 28 ઑક્ટોબરની રેકોર્ડ ડેટ નક્કી કરી છે. એટલે કે, દિવાળી પહેલા રોકાણકારોને ગીફ્ટ મળી જશે. રેગ્યુલેટરી ફાઈલિંગમાં આપેલી જાણકારીમાં કંપનીએ જણાવ્યું કે બોનસ શેર આપવા માટે કંપનીના શેર હોલ્ડર્સની મંજૂરી મળી ગઈ છે.
કંપનીએ સ્ટોક એક્સચેન્જમાં માહિતી આપી હતી
સ્ટોક એક્સચેન્જમાં એક રેગ્યુલેટરી ફાઈલિંગમાં, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે જણાવ્યું હતું કે તેને 1:1 ના રેશિયોમાં બોનસ શેર આપવા માટે શેરધારકો પાસેથી મંજૂરી મળી છે. કંપનીએ કહ્યું કે બોનસ શેર મેળવવા માટે હકદાર શેરધારકોને નક્કી કરવા માટે સોમવાર 28 ઑક્ટોબર-2024 માટે રેકોર્ડ ડેટ નક્કી કરવામાં આવી છે. 29 ઓગસ્ટ 2024ના રોજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભામાં કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ બોનસ શેર આપવાની જાહેરાત કરી હતી. જ્યારે 5 સપ્ટેમ્બર, 2025ના રોજ કંપનીના બોર્ડે બોનસ શેર આપવાની મંજૂરી આપી હતી.
શેરની સ્થિતિ શું છે?
રિલાયન્સ કંપનીના શેરની સ્થિતિની વાત કરીએ તો એચડીએફસી સિકયોરિટીઝે આરઆઈએલ પર પોતાની એડ રેટિંગની સાથે 3,350 રૂપિયાના ટાર્ગેટ પ્રાઈસ નક્કી કર્યા છે. જયારે નોમુરાએ આરઆઈએલને 3,450 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. આને બાય રેટિંગ પણ આપ્યું છે. સીએલએસએ 3,300 રૂપિયાના ટાર્ગેટની સાથે પોતાના આઉટપરફોર્મ રેટિંગ યથાવત્ રાખ્યું છે. યુબીએસે આરઆઈએલ પર 3,250 રૂપિયાના ટાર્ગેટની સાથે બાયની રેટિંગની યથાવત્ રાખ્યું છે.
પરિણામ કેવા રહ્યા?
તાજેતરમાં જ કંપનીએ પોતાના ત્રિમાસિક પરિણામોની જાહેરાત કરી છે. પરિણામોમાં કંપનીના કંસોલિડેટેડ નેટ પ્રોફિટમાં આશરે પાંચ ટકા ઘટાડો નોંધાયો છે. મુખ્ય રીતે ઓઈલ રિફાઈનરી અને પેટ્રો રસાયણ કારોબારના નબળા પ્રદર્શનથી કંપનીનો નફો ઘટયો છે.
Source link