ENTERTAINMENT

રેમો ડિસૂઝા અને પત્ની લિઝેલ પર થયો કેસ, 11.96 કરોડની છેતરપિંડીનો આરોપ

બોલિવૂડના જાણીતા કોરિયોગ્રાફર અને નિર્દેશક Remo D’Souza અને તેમની પત્ની લિઝેલ ડિસૂઝા અને અન્ય પાંચ લોકો સામે છેતરપિંડી કરવાના મામલે કેસ નોંધવામાં આવ્યો છે. મુંબઈની થાણે પોલીસે જણાવ્યું કે આ ફરિયાદ શનિવારે નોંધાઈ હતી.

રૂપિયા 11.96 કરોડની છેતરપિંડીનો આરોપ

રેમો અને તેની પત્ની સહિત અન્ય તમામ લોકોની સામે રૂપિયા 11.96 કરોડની છેતરપિંડીનો આરોપ છે. ત્યારે આ મામલે એક અધિકારીએ જણાવ્યું કે 26 વર્ષની એક ડાન્સરે રેમો અને તેની પત્ની લીઝલ અને અન્ય 5 લોકો પર આ આરોપ લગાવ્યો છે. પીડિત ડાન્સરે 16 ઓક્ટોબરે મુંબઈના મીરા રોડ પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે રેમો ડિસોઝા અને અન્ય 6 લોકો સામે કલમ 465 (ફોરરી), 420 (છેતરપિંડી) અને ભારતીય ન્યાય સંહિતાની અન્ય કલમો હેઠળ કેસ નોંધ્યો છે.

પોલીસે કેસ મામલે તપાસ હાથ ધરી

ફરિયાદ મુજબ ડાન્સર અને તેના જૂથે 2018થી જુલાઈ 2024 વચ્ચે છેતરપિંડી આચરી હતી. આ ગ્રૂપે ટીવી શોમાં પ્રદર્શન કરીને જીત મેળવી હતી. ત્યારે ફરિયાદીનું કહેવું છે કે રેમો અને અન્ય આરોપીઓએ એવું બહાનું કાઢ્યુ કે જૂથ તેમનું છે અને તેમના દ્વારા જીતવામાં આવેલી 11.96 કરોડ રૂપિયાની ઈનામની રકમ હડપ કરી લેવામાં આવી. આ કેસમાં રેમો અને તેની પત્ની લિઝલ ડિસોઝા ઉપરાંત ઓમપ્રકાશ શંકર ચૌહાણ, રોહિત જાધવ, ફ્રેમ પ્રોડક્શન કંપની, વિનોદ રાઉત, એક પોલીસકર્મી અને રમેશ ગુપ્તા નામના વ્યક્તિનું પણ નામ આરોપી તરીકે છે. આ મામલે પોલીસ કહી રહી છે કે તપાસ કરવામાં આવી રહી છે.

રેમોએ આ રિયાલિટી શોને કર્યા છે જજ

કોરિયોગ્રાફર અને ડિરેક્ટર હોવા ઉપરાંત રેમો ડિસૂઝા ઘણા રિયાલિટી શોમાં જજ પણ રહી ચૂક્યો છે. વર્ષ 2009માં રેમોએ રિયાલિટી શો જજ કરવાનું શરૂ કર્યું હતું. જેમાં ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’, ‘ઝલક દિખલા જા’, ‘ડાન્સ પ્લસ’, ‘ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’, ‘ડીઆઈડી લિટલ માસ્ટર’ અને ‘ડીઆઈડી સુપર મોમ્સ’નો સમાવેશ થાય છે.

આ સિવાય ડાયરેક્ટર તરીકેના પોતાના પ્રોજેક્ટ્સની વાત કરીએ તો તેમાં રેમો ડિસોઝાએ સલમાન ખાનની ફિલ્મ ‘રેસ 3’ સાથે ટાઈગર શ્રોફની ‘ફ્લાઈંગ જાટ’ અને એબીસીડી ફ્રેન્ચાઈઝી બનાવી છે. ટૂંક સમયમાં તેની ફિલ્મ ‘હેપ્પી’ એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થશે. જેમાં અભિષેક બચ્ચન સિંગલ ફાધર તરીકે જોવા મળશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button