GUJARAT

SOUને જોડતા ઝઘડિયા માર્ગની બિસ્માર હાલતને લઈને નિવૃત ન્યાયાધીશની ફરિયાદ

  • બિસ્માર માર્ગોને લઇ કોર્ટમાં ફરિયાદ દાખલ
  • નિવૃત ન્યાયાધીશ, વકીલ દ્વારા કોર્ટમાં ફરિયાદ
  • ચીફ સુપ્રિટેન્ડન્ટ, એન્જિનિયર સામે પણ ફરિયાદ

સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા ઝઘડિયા તાલુકાના બિસ્માર માર્ગોને લઇ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અંકલેશ્વરના નિવૃત ન્યાયાધીશ અને ઝઘડિયા કોર્ટના વકીલ દ્વારા બિસ્માર રસ્તા અંગે ઝઘડિયા કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ચીફ એન્જિનિયર, સુપ્રિટેન્ડન્ટ એન્જિનિયર, એક્ઝિક્યુટીવ એન્જિનિયર તથા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ ઉપરાંત તાલુકા જિલ્લાના અન્ય અધિકારીઓ વિરૂદ્ધ ઝઘડિયા કોર્ટમાં રીટ દાખલ કરવામાં આવી છે. ઝઘડિયા કોર્ટ દ્વારા તમામ સામે નોટિસ ઇસ્યુ કરાતા તંત્ર દોડતું થઈ ગયું છે.

મેઘરાજાએ છેલ્લા 3 દિવસમાં દક્ષિણથી લઈને સૌરાષ્ટ્ર સુધી રાજ્યને ધમરોળ્યુ છે. જેના કારણે દુકાનો ઘરો તો પાણીમાં ગરકાવ થયા છે પરંતુ હાઈવે પણ બિસ્માર બન્યા છે. જેમાં વડોદરાના ડભોઈથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી જવાનો રસ્તો ધોવાઈ ગયો છે. જેના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે.

દુકાનો ઘરો તો પાણીમાં ગરકાવ થયા હતા

મેઘરાજાએ છેલ્લા 3 દિવસમાં દક્ષિણથી લઈને સૌરાષ્ટ્ર સુધી રાજ્યને ધમરોળ્યુ છે. જેના કારણે દુકાનો ઘરો તો પાણીમાં ગરકાવ થયા છે પરંતુ હાઈવે પણ બિસ્માર બન્યા છે. જેમાં વડોદરાના ડભોઈથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી જવાનો રસ્તો ધોવાઈ ગયો છે. જેના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે.

ડભોઇથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો રોડ ધોવાયો છે

વડોદરામાં ભારે વરસાદને કારણે અનેક રસ્તા બિસ્માર થયા છે. ખાસ કરીને ડભોઇથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો રોડ ધોવાયો છે. ડભોઇના રાજલી ગામ પાસે આખો રોડ ધોવાઇ જતા મુશ્કેલી પડી રહી છે. તાજેતરમાં જ કરોડો રૂપિયા ખર્ચી રોડ બનાવ્યો હતો. દેવ નદીમાંથી પાણીનો પ્રવાહ આવતા રોડની હાલત બિસ્માર બની છે. રોડ બનાવામાં ભ્રષ્ટાચાર થયાનો સ્થાનિકોનો આરોપ છે.

આ રસ્તા પર પાણીના કારણે મસમોટા ગાબડા પડ્યા છે. જેના કારણે વાહન ચાલકોએ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. રાજ્યના હાઈવે સહિત ગામના રસ્તાઓની વરસાદના કારણે બિસ્માર હાલતથી સ્થાનિકો પરેશાન તો તંત્રની કામગીરીને લઈને લોકોમાં રોષ પણ જોવા મળ્યો છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button