સુપ્રીમ કોર્ટે બુધવારે હાઇકોર્ટના સેવાનિવૃત્ત જજોના પેન્શનને મુદ્દે નિરાશા જાહેર કરી હતી. કોર્ટે કહ્યું કે હાઇકોર્ટના સેવાનિવૃત્ત જજોને માત્ર માત્ર 10થી 15 હજાર પેન્શન મળી રહ્યું છે. તે ખુબ જ દયાજનક સ્થિતિ છે. ન્યાયમૂર્તિ બી.આર.ગવઇ અને ન્યાયમૂર્તિ કે.વી.વિશ્વનાથનની પીઠે કહ્યું કે દરેક કિસ્સામાં કાનૂની દૃષ્ટિકોણ અપનાવવો ઠીક ના કહેવાય.
કેટલાક કિસ્સામાં માનવીય દૃષ્ટિકોણ પણ અપનાવવો જોઇએ.હાઇકોર્ટના ન્યાયમૂર્તિઓના પેન્શનને મુદ્દે દાખલ થયેલી અરજીને મુદ્દે બુધવારે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી હતી. સરકાર તરફથી હાજર રહેલા એટર્ની જનરલ વેંકટરમણે પીઠને અનુરોધ કર્યો કે કેસની સુનાવણી જાન્યુઆરીમાં કરવામાં આવે. સરકાર આ મુદ્દેનું સમાધાન શોધવા પ્રયાસ કરશે.પીઠે કહ્યું કે બહેતર એ રહેશે કે તમે સરકારને સમજાવો કે સુપ્રીમના હસ્તક્ષેપથી બચવું જોઇએ. આ કેસમાં અલગ અલગ કેસને ધ્યાને રાખીને નિર્ણય લેવામાં નહીં આવે. સુપ્રીમ કોર્ટ જે પણ નિર્ણય લેશે તેને હાઇકોર્ટના ન્યાયમૂર્તિને લાગુ પડશે. સુપ્રીમ કોર્ટે તે પછી કેસની સુનાવણી આઠ જાન્યુઆરીએ મુકરર કરી. હાઇકોર્ટના સેવાનિવૃત્ત ન્યાયમૂર્તિઓના પેન્શનનો મુદ્દો આ પહેલાં પણ સુપ્રીમ કોર્ટમાં ઊઠી ચૂક્યો છે. ગયા મહિના સુપ્રીમ કોર્ટે એ જાણીને અચંબો જાહેર કર્યો હતો કે હાઇકોર્ટના કેટલાક સેવાનિવૃત્ત ન્યાયમૂર્તિને રૂપિયા છ હજારથી રૂપિયા 15,000 જેટલ જ પેન્શન મળે છે. સુપ્રીમ કોર્ટના એક સેવા નિવૃત્ત જજ દ્વારા દાખલ થયેલી અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહી છે.
માર્ચમાં એક અલગ અરજી પર સુનાવણી કરતાં પણ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જિલ્લા ન્યાયાલયથી બઢતી પામેલા હાઇકોર્ટના સેવાનિવૃત્ત ન્યાયમૂર્તિઓના પેન્શનની ગણતરી પણ તેમના છેલ્લા વેતન આધારે જ થવી જોઇએ.
Source link