GUJARAT

Ahmedabad: ટીચર્સ યુનિ.માં નવા કુલપતિ તરીકે MSUના રિટાયર્ડ પ્રોફેસર આર.સી.પટેલની નિયુક્તિ

ટીચર્સ યુનિવર્સિટીમાં તાજેતરમાં નવા કુલપતિ તરીકે NIOS ના ચેરમેન ડો. સરોજ શર્માની નિયુક્તિ કરવામાં આવી હતી. જોકે, દોઢ મહિના સુધી કુલપતિનો ચાર્જ લીધો ન હતો. ત્યારે હવે પોતાનો ચાર્જ સંભાળે તે પહેલા જ શિક્ષણ વિભાગ દ્વારા નોટિફિકેશન બહાર પાડી સરોજ શર્માની નિમણુંકને રદ કરી દીધી છે.

તેમના સ્થાને હવે ટીચર્સ યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીના રિટાયર્ડ પ્રોફેસર આર.સી. પટેલની નિમણુંક કરી છે. રાજ્યમાં આવેલી ટીચર્સ યુનિવર્સિટીના કુલપતિને ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા બાદ ખાલી પડેલી જગ્યા પર રાજયમાંથી અનેક સિનિયર પ્રોફેસરોએ ટીચર્સ યુનિવર્સિટીના કુલપતિ બનવા માટે રસ દાખવ્યો હતો. જ્યારે શિક્ષણ વિભાગે દિલ્હીની નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ્ ઓપન સ્કૂલીંગના ચેરમેન ડો. સરોજ શર્માની ગત 5 સપ્ટેમ્બરે ટીચર્સ યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકેની નિમણુંકની જાહેરાત કરી હતી. પરંતુ તેમને દોઢ માસ સુધી ચાર્જ લીધો ન હતો. જે તે સમયે NIOSની જવાબદારીના પગલે કુલપતિ તરીકેના ચાર્જ લેવામાં વિલંબ થઈ રહ્યો હોવાની વાતો સામે આવી હતી. અને તેને લઇને અનેક ચર્ચાઓ સામે આવી હતી. આ દરમ્યાન શિક્ષણ વિભાગ દ્વારા છેવટે ટીચર્સ યુનિવર્સિટીના કુલપતિને લઇને નવુ નોટિફિકેશન બહાર પાડયું છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button