NATIONAL

‘નેહરુ સંબંધિત દસ્તાવેજોના ’51 બોક્સ’ પરત કરો’ PM મ્યુઝિયમનો રાહુલને પત્ર

પ્રાઈમ મિનિસ્ટર મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી (PMML) સોસાયટીના સભ્ય રિઝવાન કાદરીએ રાહુલ ગાંધીને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેણે કહ્યું છે કે જવાહર લાલ નેહરુ સંબંધિત દસ્તાવેજોના ’51 બોક્સ’ પરત કરવામાં આવે. કાદરીએ જવાહરલાલ નેહરુ સાથે સંબંધિત અને ‘સોનિયા ગાંધી પાસે રાખવામાં આવેલા’ મહત્વપૂર્ણ દસ્તાવેજો પરત કરવા માટે રાહુલ ગાંધીની મદદ માંગી છે.

દસ્તાવેજો કેમ પરત આપવા કહ્યું? 
તેમણે કહ્યું કે આ દસ્તાવેજો ‘PMMLના ઈતિહાસનું મહત્ત્વનું પાસું’ છે અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીના આદેશ પર મ્યુઝિયમમાંથી કથિત રીતે પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. રિઝવાન કાદરીનું કહેવું છે કે 2008માં યુપીએ શાસન દરમિયાન જવાહર લાલ નેહરુના 51 કાર્ટનમાં પેક કરેલા અંગત પત્રો સોનિયા ગાંધીને પહોંચાડવામાં આવ્યા હતા. આ પત્રો જવાહરલાલ નેહરુ મેમોરિયલ દ્વારા 1971માં નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઈબ્રેરી (હવે PMML)ને આપવામાં આવ્યા હતા.

કાદરીએ શું લખ્યુ પત્રમાં? 

PMMLના સભ્ય રિઝવાન કાદરીએ 10 ડિસેમ્બરે રાહુલ ગાંધીને પત્ર લખ્યો હતો. આ પહેલા તેઓએ સપ્ટેમ્બરમાં સોનિયા ગાંધીને પત્ર પણ લખ્યો હતો. હવે રાહુલ ગાંધીને સોનિયા ગાંધી પાસેથી મૂળ પત્ર મેળવવા અથવા તેની ફોટોકોપી અથવા ડિજિટલ કોપી મેળવવા માટે કહેવામાં આવ્યું છે.  2008માં, તત્કાલિન યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીની વિનંતી પર પીએમએમએલમાંથી આ દસ્તાવેજોનો સંગ્રહ પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. અમે સમજીએ છીએ કે નહેરુ પરિવાર માટે આ દસ્તાવેજોનું વ્યક્તિગત મહત્વ હશે. સંશોધકોને આ પત્રવ્યવહારથી ઘણો ફાયદો થશે. સંભવિત ઉકેલો શોધવામાં તમારા સહકાર બદલ અમે આભારી રહીશું.
નેહરુએ કોને પત્ર લખ્યો હતો?
કાદરીએ આરોપ લગાવ્યો છે કે 2008માં યુપીએ શાસન દરમિયાન 51 બોક્સમાં ભરેલા નેહરુના અંગત પત્રો સોનિયા ગાંધીને પહોંચાડવામાં આવ્યા હતા. નેહરુએ આ પત્રો એડવિના માઉન્ટબેટન, આલ્બર્ટ આઈન્સ્ટાઈન, જયપ્રકાશ નારાયણ, પદ્મજા નાયડુ, વિજયા લક્ષ્મી પંડિત, અરુણા આસફ અલી, બાબુ જગજીવન રામ અને ગોવિંદ બલ્લભ પંત વગેરેને લખ્યા હતા. PMMLના સભ્ય રિઝવાન કાદરીએ 10 ડિસેમ્બરે રાહુલ ગાંધીને પત્ર લખ્યો હતો. આ પહેલા તેમણે સપ્ટેમ્બરમાં સોનિયા ગાંધીને પત્ર પણ લખ્યો હતો.




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button