SPORTS

Rishabh Pant Family Tree: આજે પંતનો 28મો જન્મદિવસ, તેમના પરિવાર વિશે જાણો

ભારતીય ટીમનો વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત આજે પોતાનો 28મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. પંતે બહુ ઓછા સમયમાં ભારતીય ક્રિકેટમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. પંત મેદાન પર અને મેદાનની બહાર તેની અંગત જિંદગીને લઈને પણ ખૂબ ચર્ચામાં રહે છે.

ઉત્તરાખંડમાં થયો જન્મ

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી રિષભ પંતનો જન્મ 4 ઓક્ટોબર 1997ના રોજ રૂરકી, ઉત્તરાખંડમાં થયો હતો. તે ડાબા હાથનો બેટ્સમેન છે. તેમના પિતાનું નામ રાજેન્દ્ર પંત, માતાનું નામ સરોજ પંત અને બહેનનું નામ સાક્ષી પંત છે.રિષભ પંત આજે એટલે કે 4 ઓક્ટોબરે પોતાનો 27મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. પંતે વર્ષ 2018માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે પોતાની સફરમાં ટીમ ઈન્ડિયા માટે કેટલીક યાદગાર ઈનિંગ્સ પણ રમી છે.

ભારતીય ક્રિકેટર રિષભ પંતની સાથે તેની બહેન સાક્ષી પંત પણ ખૂબ પ્રખ્યાત છે. રિષભ પંતની મોટી બહેનનું નામ સાક્ષી પંત છે. તેનો જન્મ 24 સપ્ટેમ્બર 1995ના રોજ થયો હતો. તે પંત કરતા 2 વર્ષ મોટી છે. સાક્ષી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 100Kથી વધુ ફોલોઅર્સ છે.

રિષભ પંતનું કરિયર

રિષભ પંતે 19 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. રિષભ પંતે પોતાને સર્વશ્રેષ્ઠ સાબિત કરવા માટે માત્ર ચાર વર્ષમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. રિષભ પંતે 2018માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. અત્યાર સુધીમાં તે 35 ટેસ્ટ, 31 વનડે અને 76 ટી20 મેચ રમી ચૂક્યો છે. પંતે ટેસ્ટમાં 2432 રન, વનડેમાં 871 રન અને ટી20માં 1209 રન બનાવ્યા છે. રિષભ પંતની અત્યાર સુધીની કારકિર્દીમાં ઘણી યાદગાર ઇનિંગ્સનો સમાવેશ થાય છે.

રિષભ પંતની ગર્લફ્રેન્ડ

રિષભ પંતની ગર્લફ્રેન્ડનું નામ ઈશા નેગી છે. જોકે તેનું નામ લાંબા સમયથી ઉર્વશી રૌતેલા સાથે જોડવામાં આવતું હતું. ઉર્વશી અવારનવાર રિષભ પંતને લગતી તસવિરો પોસ્ટ કરતી હતી. જે તેની ગર્લફ્રેન્ડ છે. ઈશા, કોન્વેન્ટ ઓફ જીસસ એન્ડ મેરી, દિલ્હીની ભૂતપૂર્વ વિદ્યાર્થી, ઈન્ટીરીયર ડીઝાઈનર છે અને નોઈડામાં રહે છે.

કાર અકસ્માત બાદ કમબેક

પંતની કારને દિલ્હી-દહેરાદૂન હાઈવે પર 30 ડિસેમ્બર, 2022ના રોજ અકસ્માત નડ્યો હતો. જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેના શરીર પર ઈજાના નિશાન હતા. તે સોશિયલ મીડિયા પર વર્કઆઉટ અને ક્રિકેટના વીડિયો પણ પોસ્ટ કરતો રહે છે. રિષભ પંતે ટી20 વર્લ્ડકપમાં વાપસી કરી હતી અને શાનદાર ઈનિંગ્સ રમી હતી. આ બાદ રિષભ પંત બાંગ્લાદેશ સામે ટેસ્ટ સિરીઝમાં પણ રમતો જોવા મળ્યો હતો અને શાનદાર સદી ફટકારી હતી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button