રાજકોટમાં ચોમાસા દરમિયાન 12,000 ખાડા પડ્યા છે. જેમાં રાજકોટમાં પ્રજાના પૈસે ફરી રોડ રીપેર કરવામાં આવશે. ખાડા પૂરવા માટે સરકાર પાસે રૂપિયા 77 કરોડનું ફંડ માંગ્યુ છે. એક ખાડો રિપેર કરવા મનપા 1 હજારનો ખર્ચ કરશે. દર વર્ષે વરસાદમાં નવા રોડ તૂટે, ડામર ઉખડી જાય છે. નબળા કામ માટે કોન્ટ્રાકટર, મનપા જવાબદાર છે.
વગડ ચોકડીએ મોટા ખાડા પૂરવા રૂપિયા 1.89 કરોડની માગ
વગડ ચોકડીએ મોટા ખાડા પૂરવા રૂપિયા 1.89 કરોડની માગ કરવામાં આવી છે. રાજકોટમાં ચોમાસા દરમિયાન 12,000 ખાડા પડયાનું નોંધાયુ છે. ખાડા પૂરવા માટે સરકાર પાસે 77 કરોડ રૂપિયાનું ફંડ માંગવામાં આવ્યું છે. તેમાં એક ખાડો રિપેર કરવા માટે મહાપાલિકાને 1000 રૂપિયાનો ખર્ચ થશે. જેમાં વગડ ચોકડીએ મસમોટા ખાડા દૂર કરવા માટે 1.89 કરોડ રૂપિયા માગવામાં આવ્યા છે. દર વર્ષે વરસાદ પડે અને નવા રોડ તૂટી જાય છે ડામર ઉખડી જાય છે. નબળા કામ માટે કોન્ટ્રાકટર અને મનપાના ઈજનેરો જવાબદાર છે. તેમાં પ્રજાના પૈસે ફરી રોડ રીપેર કરવામાં આવશે.
ગુજરાતમાં રાજકોટના ખાડા સૌથી વધુ જીવલેણ બન્યા
ગુજરાતમાં રાજકોટના ખાડા સૌથી વધુ જીવલેણ બન્યા છે. જેમાં 4 મનપામાં સૌથી વધુ અકસ્માતોની ટકાવારી રાજકોટની છે. તેમાં રાજકોટમાં ખાડાઓથી થતો મૃત્યુદર 9.7 ટકા થયો છે. જેમાં વડોદરામાં ખાડાઓથી થતો મૃત્યુદર 7.4 ટકા છે. તથા અમદાવાદમાં ખાડાઓથી થતો મૃત્યુદર 7.4 ટકા છે. તેમજ સુરતમાં ખાડાઓથી થતો મૃત્યુદર 5.5 ટકા છે. દિલ્હીના ટ્રાન્સપોર્ટેશન રિસર્ચ એન્ડ પ્રિવેન્શન સેન્ટરનો રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં ગુજરાતમાં રાજકોટના ખાડા સૌથી વધુ જીવલેણ બન્યા છે. ગુજરાતની ચાર મહાપાલિકામાં પણ સૌથી વધુ જીવલેણ અકસ્માતોની ટકાવારી રાજકોટમાં વધુ છે. જેમાં રાજકોટમાં ખાડાઓથી થતો મૃત્યુદર 9.7 ટકા રહ્યો છે. તેમા ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ દિલ્હીના ટ્રાન્સપોર્ટેશન રિસર્ચ એન્ડ પ્રિવેન્શન સેન્ટર રોડ સેફટીનો રિપોર્ટ ચોંકાવનારો આવ્યો છે. તેમાં વડોદરામાં 7.4 ટકા, અમદાવાદમાં 7.4 ટકા અને સુરતમાં 5.5 ટકા અકસ્માતોનો દર છે.
Source link