ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા માટે ઓસ્ટ્રેલિયા પ્રવાસ સારો રહ્યો ન હતો. તેનું પર્ફોમન્સ ફ્લોપ રહ્યુ હતું.. રોહિત શર્માની ઘણી ટીકા પણ થઈ હતી. બાળકના જન્મને કારણે તે પહેલી ટેસ્ટ રમી શક્યો ન હતો અને ઓસ્ટ્રેલિયા મોડો ગયો હતો. આ પછી રોહિત શર્મા ચાર ટેસ્ટ મેચ રમ્યો અને ટીમ ઈન્ડિયાને ત્યાં શ્રેણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. સુનિલ ગાવસ્કરે રોહિત શર્માની કેપ્ટનશીપ અને અભિગમ પર નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારે આ મામલે ગાવસ્કર વિરુદ્ધ રોહિત શર્માએ બીસીસીઆઇને ફરિયાદ કરી દીધી છે.
બીસીસીઆઇને કરી ફરિયાદ
ઓસ્ટ્રેલિયાના પ્રવાસ બાદ ભારતીય ક્રિકેટમાં ઉથલ પાથલ જોવા મળી રહી છે. બીસીસીઆઇએ ખેલાડીઓ માટે નવી ગાઇડલાઇન જાહેર કરી છે ત્યારે હવે, કેપ્ટન રોહિત શર્માએ ભારતના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરની ફરિયાદ બીસીસીઆઇને કરી દીધી છે. એક અહેવાલ મુજબ રોહિતે ગાવસ્કર વિશે BCCI ને ફરિયાદ કરી છે. રિપોર્ટમાં એ વાત સામે આવી છે કે રોહિત ઓસ્ટ્રેલિયન પ્રવાસ પર ગાવસ્કરના નિવેદનથી દુઃખી છે. રોહિત માને છે કે ગાવસ્કરે ભારતીય ટીમના ખેલાડીઓની ખૂબ ટીકા કરી છે, જેના કારણે તેમના ફોર્મ પર અસર પડી છે. રોહિતે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે બહારના દબાણને કારણે તેના પ્રદર્શન પર અસર પડી છે.
ગાવસ્કરે ઉઠાવ્યા હતા સવાલ
મહત્વનું છે કે શર્માએ BGT 2024-25 (બોર્ડર-ગાવસ્કર ટ્રોફી) દરમિયાન તેની ત્રણ ટેસ્ટ મેચોમાં 6.00 ની સરેરાશથી માત્ર 31 રન બનાવ્યા હતા, જેના કારણે ભારતના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માની ઘણી ટીકા થઈ છે. ગાવસ્કરે રોહિતની જગ્યાને લઇને સવાલો ઉઠાવ્યા હતા.
ભારતે પર્થમાં જીતી હતી એક મેચ
ભારતીય ટેસ્ટ કેપ્ટન રોહિત શર્માએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT) 2024-25 દરમિયાન ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર મુશ્કેલ સમયનો સામનો કરવો પડ્યો હતો. બેટિંગ અને કેપ્ટનશીપ બંને મોરચે તેમનું પ્રદર્શન સંઘર્ષપૂર્ણ રહ્યું. પહેલી ટેસ્ટમાં ન રમ્યા બાદ તેઓ ટીમમાં જોડાયા. ન્યુઝીલેન્ડ સામે ખરાબ પ્રદર્શન કરનાર રોહિત ઓસ્ટ્રેલિયામાં પણ કંઈ ખાસ કરી શક્યો ન હતા. ટીમે શ્રેણીમાં 1-3ના માર્જિનથી હારનો સામનો કરવો પડ્યો હતો. જસપ્રીત બુમરાહની કેપ્ટનશીપમાં ભારતે પર્થમાં એકમાત્ર મેચ જીતી હતી.
Source link