- ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 મેચની ટેસ્ટ સિરીઝ રમાશે
- આ સિરીઝ પહેલા રૈના અને હરભજન સિંહની રોહિતને ચેતવણી
- બાંગ્લાદેશને હળવાશથી ન લેવાની સલાહ આપવામાં આવી છે
ભારતીય ટીમ સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશ સાથે બે મેચની ટેસ્ટ સિરીઝ રમવા જઈ રહી છે. તે પહેલા ભારતીય ખેલાડીઓ દુલીપ ટ્રોફી રમતા જોવા મળવાના છે. જોકે, રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સિનિયર ખેલાડીઓ દુલીપ ટ્રોફીમાં રમેશે નહી. જેના પર કેટલાક પૂર્વ ક્રિકેટરોએ પણ સવાલ ઉઠાવ્યા હતા. હવે ભારતના બે પૂર્વ ખેલાડીઓએ કેપ્ટન રોહિત શર્માને ચેતવણી આપી છે.
બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ હાલમાં પાકિસ્તાનના પ્રવાસે છે, જ્યાં બંને ટીમો વચ્ચે ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. બાંગ્લાદેશની ટીમ ખૂબ જ સારા ફોર્મમાં જોવા મળી રહી છે, જેના કારણે બાંગ્લાદેશ પહેલા જ મેચમાં પાકિસ્તાનને હરાવ્યું છે. આવી સ્થિતિમાં હવે પૂર્વ ભારતીય ક્રિકેટરોએ બાંગ્લાદેશને હળવાશથી ન લેવાની સલાહ આપી છે.
સુરેશ રૈના અને હરભજન સિંહની રોહિતને ચેતવણી
એક ચેનલ સાથે વાત કરતાં પૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાએ કહ્યું કે બાંગ્લાદેશ ટેસ્ટ સિરીઝ પહેલા ટીમના ટોચના ખેલાડીઓને દુલીપ ટ્રોફીમાં રમાડવી એ BCCIની સારી પહેલ છે. જ્યારે તમે લાલ બોલનું ક્રિકેટ રમો છો, ત્યારે તમને ઘણી વસ્તુઓ વિશે જાણવા મળે છે. તે જ સમયે, તમે બાંગ્લાદેશને હળવાશથી ન લઈ શકો, તેમની પાસે ઉત્તમ સ્પિન બોલરો છે. આ ઉપરાંત, મુલાકાતી ટીમમાં કેટલાક શ્રેષ્ઠ ખેલાડીઓ પણ છે જેઓ લાંબા સમયથી ટીમ માટે શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા આ સિરીઝ ભારત માટે સારી પ્રેક્ટિસ સાબિત થશે.
બીજી તરફ ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ સ્પિન બોલર હરભજન સિંહે કહ્યું કે આ એક શાનદાર સિરીઝ બનવા જઈ રહી છે અને બાંગ્લાદેશને બિલકુલ હળવાશથી લઈ શકાય નહીં. ભારતીય ટીમ સક્ષમ છે અને તેની પાસે ઘણી ક્ષમતા છે પરંતુ બાંગ્લાદેશે પાકિસ્તાનને હરાવ્યું છે. કેટલીકવાર નાની ટીમો સારું પ્રદર્શન કરે છે.
આ સિરીઝ 19 સપ્ટેમ્બરથી શરૂ થશે
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 19 સપ્ટેમ્બરથી બે મેચની ટેસ્ટ સિરીઝ શરૂ થશે. સિરીઝની પ્રથમ મેચ ચેન્નાઈમાં અને બીજી મેચ કાનપુરમાં રમાશે. આ પછી ન્યુઝીલેન્ડની ટીમ ભારતના પ્રવાસે જશે. જ્યાં બંને ટીમો વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ રમાશે.