વલસાડના ધરમપુરમાં કારમાં સ્ટંટ કરનાર રોનક પટેલની પોલીસે ધરપકડ કરી છે,ગામની ગલીઓમાં સ્પીડમાં કાર ચલાવી લોકોના જીવ જોખમમાં મૂકનાર નબીરાની પોલીસે ધરપકડ કરી છે,થાર કારમાં યુવકે સ્ટંટ કર્યા હતા,સાથે સાથે પોલીસે અલગ-અલગ વિસ્તારમાંથી સીસીટીવી પણ જપ્ત કરીને આરોપીની ધરપકડ કરી છે.લોકોના જીવ જોખમમાં મૂકાય તે પહેલા પોલીસે આરોપીની ધરપકડ કરી.
રોનક પટેલની કરાઈ ધરપકડ
વલસાડમાં સ્ટંટ કરનાર નબીરાની ધરપકડ કરાતા અન્ય સ્ટંટ કરનાર નબીરાઓમાં પણ ફફડાટ ફેલાયો હતો,ધરમપુર વિસ્તારમાં યુવક કારમાં સ્ટંટ કરતો હતો અને બેફામ સ્પીડે કાર હંકારતો હતો.અગાઉ પણ આજ કાર વલસાડ નજીક દરિયામાં સ્ટંટ કરવાના કેસમાં ઝડપાઈ હતી ત્યારે પણ પોલીસે કાર્યવાહી કરી હતી તેમ છત્તા રોનક પટેલ નામનો આ વ્યકિત સુધરવાનું નામ નથી લઈ રહ્યો,તેમજ સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો આરોપી લોકોને ધરમપુરમાં ડરાવી અને ધમકાવી પણ રહ્યો છે.
25 દિવસ પહેલા પણ એક યુવકે બાઈક પર કર્યો હતો સ્ટંટ
વલસાડ જિલ્લા પોલીસની ટીમ વાપી સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમિયાન વાપીના વાઇબ્રન્ટ માર્કેટ પાસે એક બાઇક ઉપર સવાર યુવક લોકોના જીવને જોખમમાં મુકાય તે રીતે બાઇક ઉપર સ્ટંટ કરતા જોવા મળ્યો હતો. યુવક ચાલુ બાઈક છોડી દીધી હતી. ઘટનાને લઈને વલસાડ જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમે યુવક વિરુદ્ધ GIDC પોલીસ મથકે સ્ટંટ કરનાર યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધી યુવકની ધરપકડ કરી આગળની તપાસ હાથધરી હતી.
એક મહિના પહેલા વલસાડ પોલીસે 9 સ્ટંટબાજોની કરી હતી ધરપકડ
વલસાડમાં સ્ટંટ કરતા 9 યુવકોની પોલીસે ધરપકડ કરી હતી.ડુંગરી નજીક આ બાઈકચાલકોએ કર્યા હતા બાઈક સ્ટંટ અને લોકોના જીવ જોખમમાં મૂકયા હતા,રેસ્ટોરેન્ટના પાર્કિંગમાં સ્ટંટ કરાતા પોલીસ પણ એકટિવ થઈ ગઈ હતી,સુરત, નવસારી, વલસાડના યુવકોએ કર્યા હતા સ્ટંટ જેમાં બાઈક રાઈડર્સની ઈવેન્ટ કરવામાં આવી હતી,8 બાઈકર્સ, ઇવેન્ટ મેનેજર સામે થઈ હતી ફરિયાદ.આ સમગ્ર ઘટનામાં પોલીસે 9 લોકોની ધરપકડ કરી કાર્યવાહી હાથધરી હતી.
Source link