- રૂબીના દિલૈક એક લોકપ્રિય ટેલિવિઝન અભિનેત્રી છે
- અભિનવ પહેલાં અવિનાશ સચદેવને ડેટ કરતી હતી
- અભિનેત્રીએ જણાવ્યું કે કેવી રીતે તેનો સંબંધ બચ્યો
લોકપ્રિય ટેલિવિઝન અભિનેત્રી રૂબીના દિલૈક સોશિયલ મીડિયા પર ખુબજ એક્ટીવ રહે છે. ફેમસ એક્ટ્રેસ હોવા ઉપરાંત તે ‘બિગ બોસ 14’ની વિનર પણ રહી ચુકી છે. આ શો દ્વારા રૂબીનાનું અસલી વ્યક્તિત્વ દર્શકોની સામે આવ્યું. અભિનવ શુક્લા સાથેના તેના સંબંધો પણ આ શોના કારણે જ બચી ગયા હતા.
બિગ બોસ 14 પછી સંબંધ બદલાયો
રૂબીનાએ કહ્યું કે, શોમાં અમે જે પડકારોનો સામનો કર્યો હતો તેના કારણે અમારો સંબંધ વધુ મજબૂત બન્યો હતો. બહારની દુનિયામાં તમારી પાસે પસંદગી છે અને તમે તેનાથી બચી શકો છો. પરંતુ જ્યારે તમે ઘરમાં કેદ હોવ ત્યારે તમારી પાસે કોઈ વિકલ્પ નથી હોતો. કાં તો લડાઈ કે સમાધાન. અમે પડકારનો સામનો કરવાનું યોગ્ય માન્યું અને તેથી જ આ શો પછી અમારો સંબંધ વધુ મજબૂત બન્યો.
અંગત જીવન સામે આવી જાય છે
રૂબીનાએ વધુમાં કહ્યું કે, “શોમાં તમારા જીવનસાથી સાથે હોય, જે તમને ભાવનાત્મક રીતે ટેકો આપે છે, તે પણ જ્યારે તમારી અંગત જીવન સાર્વજનિક પ્લેટફોર્મ પર ઉજાગર થઈ રહ્યુ હોય. વસ્તુઓને સંતુલિત કરવી એ ભાવનાત્મક અને માનસિક કાર્ય હતું જે ફક્ત યુગલો જ સમજી શકે છે.
રૂબીના અને અભિનવે 2018માં શિમલામાં લગ્ન કર્યા હતા
રૂબીના અને અભિનવે 2018માં શિમલામાં લગ્ન કર્યા હતા. આ કપલે 2020માં ‘બિગ બોસ 14’માં ભાગ લીધો હતો. શો શરૂ થાય તે પહેલા જ તેમના સંબંધોમાં તિરાડ હોવાની વાત સામે આવી હતી, જેના કારણે તેમના છૂટાછેડાની ઘણી ચર્ચાઓ થઈ હતી.
Source link