દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ 3 જાન્યુઆરીથી રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ન્યૂલેન્ડ્સ, કેપટાઉનમાં રમાશે. દક્ષિણ આફ્રિકા બે મેચની શ્રેણીમાં 1-0થી આગળ છે. આ શ્રેણીમાં દક્ષિણ આફ્રિકાએ છેલ્લી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત કરી છે.
યુવા ખેલાડી ટેસ્ટમાં ડેબ્યૂ કરશે
દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાન સામેની છેલ્લી ટેસ્ટ મેચ માટે તેની પ્લેઈંગ ઈલેવનમાં ત્રણ મોટા ફેરફાર કર્યા છે. ક્વેના મફાકા ન્યૂલેન્ડ્સમાં પાકિસ્તાન સામે ટેસ્ટ ડેબ્યૂ કરશે. 18 વર્ષીય ક્વેના મફાકાએ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 2 ODI મેચ અને 5 T20 મેચ રમી છે. તેને અનુભવી ડેન પેટરસનની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
છેલ્લી ટેસ્ટ માટે દક્ષિણ આફ્રિકાની ટીમ
રેયાન રિકલ્ટન, એઇડન માર્કરામ, વિયાન મુલ્ડર, ટ્રીસ્ટન સ્ટબ્સ,
ટેમ્બા બાવુમા, ડેવિડ બેડિંગહામ, કાયલ વેરેન, માર્કો જેન્સેન,
કેશવ મહારાજ, કાગીસો રબાડા, ક્વેના મ્ફાકા- યુવા ખેલાડી
દક્ષિણ આફ્રિકાએ ટીમમાં કર્યા આ ફેરફાર
ઓલરાઉન્ડર વિયાન મુલ્ડર ત્રીજા નંબર પર બેટિંગ કરતો જોવા મળશે. તેણે ઈજા બાદ ટીમમાં વાપસી કરી છે. તો બીજીતરફ ફાસ્ટ બોલર કોર્બીન બોશની જગ્યાએ સ્પિનર કેશવ મહારાજને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જેની સામે ટોની ડી જોર્જી સ્નાયુઓમાં ઇજા બાદ આ મેચમાં જોવા મળશે નહીં. આ કારણોસર તેને સાવચેતીના પગલા તરીકે આરામ આપવામાં આવ્યો છે. તો બેટિંગ લાઇનમાં રેયાન રિકલ્ટન ઓપનિંગ બેટ્સમેન તરીકે માર્કરામ સાથે ઓપનિંગ કરશે.
Source link