GUJARAT

Sabarkantha: વિજયનગરમાં તાલુકામાં ઠંડી વચ્ચે માવઠું પડતા ખેડૂતો ચિંતિત

સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં કમોસમી વરસાદ પડતાં ખેડૂતો ચિંતાતૂર બન્યા. આજે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. વિજયનગરના પ્રતાપગઢ, કાલવણ, વિરેશ્વર સહિતના ગામોમાં કમોસમી વરસાદી માહોલ જોવા મળ્યો. જીરુ, વરિયાળી સહિત બટાકાની ખેતીને નુકસાન થવાની ભીતી. કમોસમી વરસાદને પગલે ખેડૂતો ચિંતિત બન્યા.

અંબાલાલ પટેલની આગાહી

જાણીતા હવામાન નિષ્ણાત અંબાબાલ પટેલે પણ કડકડતી ઠંડી વચ્ચે હવે માવઠાની આગાહી કરી છે. આગાહીના પગલે ખેડૂતો પણ ચિંતિત બન્યા છે. કારણ કે, જો કમોસમી વરસાદ ખાબકે તો શિયાળુ પાકને મોટા પાયે અસર થઈ શકે છે સાથો સાથ ખેતીપાકમાં રોગચાળાની પણ શક્યતાઓ વધી શકે છે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ, તારીખ 27 ની આસપાસ કમોસમી વરસાદ વરસે તેવી શક્યતા છે. માવઠાને કારણે શિયાળુ પાક અને લીલા શાક્ભાજીની ખેતીમાં વિવિધ રોગ આવે તેવી શક્યતાઓ વધી જશે. જેના કારણે ખેડૂતોએ ખાસ સાવચેત રહેવું જોઈએ. માવઠાથી રિંગણ સહિતના શિયાળુ પાકનો સોથ વાળી જશે. તેમજ ઈયળોનો ઉપદ્રવ થશે. 27 અને 28 ડિસેમ્બરે રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના મોરબી, જામનગર, દ્વારકા તથા પોરબંદરમાં, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણમાં તથા મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, દમણ, નવસારી, તાપી, વલસાડમાં માવઠું થઈ શકે છે. અરબી સમુદ્રમાંથી આવતા ભેજ અને ટ્રફના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button