NATIONAL

સદગુરુના ઇશા ફાઉન્ડેશનને SCની મોટી રાહત, દીકરીઓને બંધક બનાવાનો કેસ બંધ

ઈશા ફાઉન્ડેશનના સ્થાપક અને વડા સદગુરુ જગ્ગી વાસુદેવને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. ઈશા ફાઉન્ડેશનના પરિસરમાં બે દિકરીઓને બંધક બનાવીને રાખવામાં આવી હોવાની પિતાએ ફરિયાદ કરી હતી. 2 સાધ્વીઓના પિતાએ સાધ્વીઓને જબરદસ્તી રખાયા હોવાનો આરોપ લગાવ્યો હતો. જે મામલે કોર્ટે કહ્યું કે 2 મહિલાઓ સ્વેચ્છાએ ત્યાં રહે છે. આ મામલો પોલીસ દખલનો નથી.

પિતાએ કરી હતી અરજી 
સદગુરુ જગ્ગી વાસુદેવના આશ્રમમાં બે પુત્રીઓને બંધક બનાવીને રાખવામાં આવી હોવાના આરોપમાં દાખલ કરવામાં આવેલી અરજી પર શુક્રવારે કોર્ટે કાર્યવાહી બંધ કરી દીધી હતી. મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું કે મદ્રાસ હાઈકોર્ટ માટે આવી અરજી પર તપાસનો આદેશ આપવો યોગ્ય નથી. આશ્રમ પર પોલીસનો દરોડો પણ ખોટો હતો. કોર્ટે કહ્યું કે બંને છોકરીઓ પુખ્ત છે. જ્યારે તેઓ આશ્રમમાં ગયા ત્યારે તેમની ઉંમર 27 અને 24 વર્ષની હતી. તે પોતાની મરજીથી આશ્રમમાં રહે છે. કોર્ટે એમ પણ કહ્યું કે આ નિર્ણયની અસર માત્ર આ કેસ પૂરતી જ સીમિત રહેશે.
હાઇકોર્ટના આદેશને સુપ્રિમમાં પડકાર્યો હતો 
ઉલ્લેખનીય છે કે રિટાયર્ડ પ્રોફેસર એસ કામરાજે ફાઉન્ડેશન વિરુદ્ધ મદ્રાસ હાઈકોર્ટમાં અરજી કરી હતી. કામરાજે હાઈકોર્ટમાં દાખલ હેબિયસ કોર્પસ અરજીમાં આરોપ લગાવ્યો હતો કે તેમની પુત્રીઓ લતા અને ગીતાને ઈશા ફાઉન્ડેશનના આશ્રમમાં બંધક બનાવવામાં આવી છે. આ પછી હાઈકોર્ટે આશ્રમ સામે તપાસના આદેશ આપ્યા હતા. મદ્રાસ હાઈકોર્ટે 30 સપ્ટેમ્બરે કહ્યું હતું કે પોલીસે ઈશા ફાઉન્ડેશન સાથે સંબંધિત તમામ અપરાધિક કેસોની વિગતો રજૂ કરવી જોઈએ. બીજા દિવસે 1 ઓક્ટોબરના રોજ લગભગ 150 પોલીસકર્મીઓ આશ્રમમાં તપાસ કરવા પહોંચ્યા. સદગુરુએ હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જે બાદ 3 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટના ફાઉન્ડેશન વિરુદ્ધ પોલીસ તપાસના આદેશ પર રોક લગાવી દીધી હતી.
CJIએ બંને દીકરીઓ સાથે કરી વાતચીત
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અમે હાઈકોર્ટના આદેશ પર સ્ટે આપીશું. આ મામલે ટિપ્પણી કરતા ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે આવી સંસ્થામાં પોલીસકર્મીઓની ફોજ ન મોકલી શકો. જો કે, ચીફ જસ્ટિસે કહ્યું કે તેઓ ચેમ્બરમાં હાજર બંને મહિલાઓ સાથે ઓનલાઈન વાત કરશે અને પછી ઓર્ડર વાંચશે. CJIએ કૃષિ યુનિવર્સિટીના નિવૃત્ત પ્રોફેસર એસ કામરાજની બંને પુત્રીઓ સાથે વાત કર્યા બાદ આ આદેશ આપ્યો હતો. કામરાજની દીકરીઓએ ફોન પર વાતચીત દરમિયાન CJIને કહ્યું હતું કે તેઓ પોતાની મરજીથી આશ્રમમાં રહે છે અને પોતાની મરજીથી આશ્રમની બહાર આવી શકે છે.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button