આજે સવારે બોલિવૂડ અભિનેતા સેફઅલી ખાન પર ચપ્પુ વડે હુમલો થયો. તેઓ હાલમાં લીલાવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, ત્યારે આવો જાણીએ સૈફઅલી ખાનના અંગત જીવન વિશે. તેની કારકિર્દી વિશે. અને જાણીએ કોણ છે તેના ફેમિલીમાં..
સૈફ અલી ખાન નવાબી સ્ટાઇલ માટે જાણીતા
છોટે નવાબ અને જુનિયર પટૌડી તરીકે જાણીતા સૈફ અલી ખાનના જીવનની જો વાત કરીએ તો સૈફ અલી ખાન હિન્દી ફિલ્મ અભિનેતા અને નિર્માતા છે. તેમણે હિન્દી ફિલ્મોમાં એક લોકપ્રિય અભિનેતા તરીકે પોતાની એક ઓળખ બનાવી છે. હિન્દી ફિલ્મોમાં તેમનું કરિયર સફળ રહ્યું છે. તેમને અનેક સન્માનોથી નવાજવામાં આવ્યા છે, જેમાંથી સૌથી મહત્વપૂર્ણ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને છ ફિલ્મફેર પુરસ્કારો છે. તેમને ભારત સરકાર તરફથી પદ્મશ્રી એવોર્ડ પણ મળ્યો છે. નવાબ પરિવાર સાથે જોડાયેલા હોવાને કારણે, સૈફ અલી ખાન તેમના નવાબી સ્ટાઇલ માટે પણ જાણીતા છે. અભિનય ઉપરાંત, સૈફ એક સ્ટેજ પર્ફોર્મર પણ છે. ફિલ્મો ઉપરાંત, સૈફ ‘સિક્રેટ ગેમ’ અને ‘સિક્રેટ ગેમ 2’ જેવી શ્રેણીમાં પણ જોવા મળ્યો છે. સૈફ ટૂંક સમયમાં નવી વેબ-સિરીઝ ‘તાંડવ’માં મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે.
જીવન
સૈફ અલી ખાનનો જન્મ 16 ઓગસ્ટ 1970ના રોજ દિલ્હીમાં થયો હતો. તેમના પિતા મન્સૂર અલી ખાન પટૌડી એક પ્રખ્યાત ભારતીય ક્રિકેટર હતા. તેમની માતાનું નામ શર્મિલા ટાગોર છે જે તેમના સમયની પ્રખ્યાત અભિનેત્રી હતી. તેને બે બહેનો છે, જેમાંથી એક સોહા અલી ખાન છે અને તે પણ સૈફની જેમ ફિલ્મોમાં સક્રિય છે.
અભ્યાસ
સૈફે પોતાનું શાળાકીય શિક્ષણ સનાવરની લોરેન્સ સ્કૂલમાંથી પૂર્ણ કર્યું. ત્યારબાદ તેઓ ઈંગ્લેન્ડ ગયા જ્યાં તેમણે લોકર્સ પાર્ક સ્કૂલ, હર્ટફોર્ડશાયર અને વિન્ચેસ્ટર કોલેજમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો.
લગ્ન
સૈફના પહેલા લગ્ન અમૃતા સિંહ સાથે થયા હતા જે તેમનાથી 12 વર્ષ મોટી હતી અને તેમને બે બાળકો પણ છે. દિકરીનું નામ સારા અલી ખાન અને દિકરાનું નામ ઇબ્રાહિમ અલી ખાન છે, પરંતુ થોડા વર્ષો પછી અમૃતા સિંહ જોડે છૂટાછેડા થઈ ગયા. આ પછી તેણે કરીના કપૂર સાથે લગ્ન કર્યા જે તેના કરતા 10 વર્ષ નાની હતી. કરીના કપૂર અને સૈફને બે પુત્ર છે, જેનું નામ તૈમૂર અલી ખાન અને જેહ અલી ખાન છે.
કારકિર્દીની શરૂઆત
સૈફની કારકિર્દીની શરૂઆત ફિલ્મ ‘પરંપરા’ થી થઈ હતી. તેમની આગામી ફિલ્મ ‘આશિક આવારા’ માટે, તેમને શ્રેષ્ઠ નવોદિત અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો. તે પછીના વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘યે દિલ્લગી’ માં તેમની ભૂમિકા સફળ રહી અને ફિલ્મ હિટ બની. આ પછી તેમણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું પરંતુ મોટાભાગે તે ફિલ્મો સફળ રહી જે મલ્ટી-સ્ટારર હતી.
Source link