બોલિવૂડ અભિનેતા સૈફ અલીખાન લીલા વતી હોસ્પિટલમાં દાખલ છે. હાલ તેઓની તબિયત કેવી છે તેને લઇને ડોક્ટર દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે. જેમાં ડોક્ટર્સે જણાવ્યું કે સૈફઅલી ખાનને આરામ કરવાની જરૂર છે. જો કે હાલમાં તો તબિયત ઘણી સારી છે. તેઓ હોસ્પિટલ આવ્યા ત્યારે ખૂનથી લથબથ હતા. તેને વધારે આરામની જરૂર છે. તેમણે આજે હોસ્પિટલમાં જ થોડુ ચાલ્યા પણ છે. તેઓ હાલ ખતરાની બહાર છે.
ક્યારે કરાશે ડિસ્ચાર્જ ?
મહત્વનું છે કે સૈફ અલી ખાન હાલ લીલાવતી હોસ્પિટલમાં છે. ડોક્ટર્સ કહી રહ્યા છે કે તેઓ રિયલ હીરો છે. તેમની તબિયતમાં ઝડપી સુધારો થઇ રહ્યો છે. આટલુ વાગ્યુ હોવા છતાં પણ તેઓ ચાલતા આવ્યા હતા. તેમની ગરદન પર ઊંડો ઘા છે. સૈફઅલી ખાનને હાલમાં આઇસીયુ માંથી સ્પેશિયલ રૂમમાં શિફ્ટ કરાયા છે. સાથે જ તેમણે કહ્યું કે સૈફને 2-3 દિવસ બાદ ડિસ્ચાર્જ કરાશે.
ભગવાનની કૃપાથી તે ઠીક છે- ડોક્ટર્સ
ડોક્ટર્સે વધુમાં કહ્યું પીઠમાં ઈજા થઇ છે તેની કાળજી લેવાની જરૂર છે નહીં તો ચેપ લાગી શકે છે. તેણે હલનચલન ઓછી કરવી પડશે. મુલાકાતીઓની અવરજવર ઓછી કરવી પડશે. ભગવાનની કૃપાથી તેઓ ઠીક છે. તે ખૂબ ખુશ છે. ડોક્ટરોએ સૈફના પરિવારને પ્રાઇવસી આપવા માટે મી઼ડિયાને અપીલ કરી છે. ઇન્ફેક્શનના ડરને કારણે સૈફને મુલાકાતીઓથી દૂર રહેવાનું કહેવામાં આવ્યું છે. ડોક્ટરોએ સૈફને 1 અઠવાડિયા માટે બેડ રેસ્ટ લેવાની સલાહ આપી છે. તે અભિનેતાની રિકવરીથી સંતુષ્ટ છે. અભિનેતાને કોઈ ન્યુરોલોજીકલ સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી.
તો જીવ જોખમમાં હોત…
ભગવાનની કૃપાથી તે ઠીક છે. તે ખૂબ ખુશ છે. જ્યારે તે ચાલ્યો ત્યારે તે ખૂબ ખુશ હતો. તે સંપૂર્ણપણે પોઝિટીવ છે. સૈફ 2 મીમીથી બચી ગયો, નહીંતર જો છરી તેની કરોડરજ્જુમાં વાગી હોત, તો ઈજા ઘણી ઊંડી હોત. તેનો જીવ જોખમમાં હોઈ શકે છે.
Source link