દેશના 51માં સીજેઆઇ બન્યા છે સંજીવ ખન્ના. ડી.વાય ચંદ્રચૂડ રિટાયર્ડ થતા આજે સંજીવ ખન્નાએ રાષ્ટ્રપતિ ભવનમાં ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયાના પદની શપથ લીધી. આ પ્રસંગે પીએમ મોદી પણ હાજર રહ્યા હતા. સીજેઆઇનું પદ સૌથી મોટુ પદ કહેવાય છે. ત્યારે આવો જાણીએ સીજેઆઇની સેલરી કેટલી હોય છે તથા તેમને કેવી કેવી સુવિધાઓ મળે છે.
CJI ને કેટલો પગાર મળે છે?
ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અનુસાર, સુપ્રીમ કોર્ટના જજને દર મહિને 2.50 લાખ રૂપિયાનો પગાર આપવામાં આવે છે. પરંતુ જ્યારે તેઓ CJI બને છે ત્યારે તેમનો પગાર 2.80 લાખ રૂપિયા થઈ જાય છે. આવી સ્થિતિમાં CJI બન્યા બાદ જસ્ટિસ સંજીવ ખન્નાની સેલરી 2.80 હજાર રૂપિયા હશે.
CJIને કઈ સુવિધાઓ મળે છે?
દેશના મુખ્ય ન્યાયાધીશને દર મહિને 2.80 લાખ રૂપિયાના પગાર ઉપરાંત અન્ય ઘણી સુવિધાઓ પણ મળે છે. CJIને 45,000 રૂપિયાનું હોસ્પિટાલિટી એલાઉન્સ આપવામાં આવે છે. આ સાથે તેમને ફર્નિશિંગ ભથ્થા તરીકે 10 લાખ રૂપિયાની રકમ મળે છે. દેશના CJIને ટાઇપ 7 બંગલો અને 24*7 સુરક્ષા મળે છે. આ સાથે નોકર, હેલ્પર, ડ્રાઈવર અને ક્લાર્કની સુવિધા પણ મળે છે. જો મુખ્ય ન્યાયાધીશ તેમની ફરજ દરમિયાન ક્યાંક પ્રવાસ કરે તો તેમને તેમનો ખર્ચ પણ ચૂકવવામાં આવે છે. આ સાથે તેમને તેમના વાહન માટે દર મહિને 200 લિટર ઈંધણ પણ આપવામાં આવે છે.
શું હોય છે સત્તા ?
ભારતના મુખ્ય ન્યાયાધીશ પાસે ઘણી મહત્વપૂર્ણ સત્તાઓ છે. જેમાં સીજેઆઇ નક્કી કરે છે કે કયો કેસ કયા ન્યાયાધીશને સોંપવામાં આવે. બંધારણીય બેંચની રચના કરે છે કે જે મહત્વપૂર્ણ કાયદાકીય મામલે સુનાવણી કરે છે. સીજેઆઇ સુપ્રિમ કોર્ટના વહીવટી કાર્યોની દેખરેખ રાખે છે. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂકમાં મુખ્ય ન્યાયાધીશ મુખ્ય ભૂમિકા ભજવે છે. જેમાં કોલેજિયમ સિસ્ટમ દ્વારા ભલામણોનો સમાવેશ થાય છે. મુખ્ય ન્યાયાધીશ મહત્વપૂર્ણ અને સંવેદનશીલ કેસોની સુનાવણી માટે વિશેષ બેન્ચની રચના કરી શકે છે.