NATIONAL

‘સલમાન ખાને બિશ્નોઇને ધમકાવવો જોઇએ’ આ બોલિવૂડ ડિરેક્ટરે ભાઇજાનને આપી સલાહ

સલમાન ખાનના મિત્ર અને એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાન ખાનની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. આ હત્યાની જવાબદારી બિશ્નોઇ ગેંગએ લીધી છે. અને બિશ્નોઇ ગેંગના લિસ્ટમાં તો સલમાનખાન સૌથી ટોપ પર છે. આ મામલે અત્યારે સલમાન ખાન પણ એટલો જ ચર્ચામાં છે. સલમાન ખાનની સુરક્ષામાં પણ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. સુરક્ષાને ધ્યાને રાખીને સલમાન ખાનનુ ઘર અને ફાર્મ હાઉસ પર ચાંપતો બંદોબસ્ત ખડકી દેવાયો છે. તેવામાં બોલિવૂડ ડાયરેક્ટર રામ ગોપાલ વર્માએ સલમાન ખાનને એક સલાહ આપી છે.

સલમાન ખાનને આપી દીધી સલાહ

બોલિવૂડ ડાયરેક્ટર રામ ગોપાલ વર્માએ એક ટ્વિટ કર્યુ છે. જેમાં તેમણે સલમાન ખાનને ટેગ કરીને એક ખાસ સલાહ આપી છે. તેમણે લખ્યુ કે હું ઇચ્છુ છું કે સલમાન ખાને બિશ્નોઇને એક સુપર કાઉન્ટર ધમકી આપવી જોઇએ નહી તો આ ટાઇગર સ્ટારની કાયરતા જેવુ લાગશે. સલમાન ખાનનું પોતાના ફેન્સ માટે કર્તવ્ય છે કે તે બિશ્નોઇની તુલનામાં સુપર હીરો તરીકે ઉભરે. રામ ગોપાલ વર્માનું આવુ નિવેદન જોઇને લાગે છે કે ડાયરેક્ટરને સલમાન ખાનની સેફ્ટીની ચિંતા નથી કે નથી ગંભીરતાનો કોઇ અહેસાસ.


બિશ્નોઇના કર્યા વખાણ

આ ઉપરાંત રામ ગોપાલ વર્માએ વધુ એક ટ્વિટ પણ કર્યુ છે જેમાં તેમણે લોરેન્સ બિશ્નોઇના લુકના વખાણ કર્યા છે. તેમણે લખ્યુ કે જો કોઇ મોટા ગેંગસ્ટર ઉપર ફિલ્મ બને છે તો કોઇ પણ ફિલ્મ મેકર એવા શખ્સને કાસ્ટ નહીકરે કે જે દાઉદ ઇબ્રાહિમ અને છોટા રાજન જેવો લાગતો હોય. પરંતુ હા, હું આવા એક પણ ફિલ્મ સ્ટારને જાણતો નથી કે જે લોરેન્સ બિશ્નોઇથી પણ વધારે ગુડ લુકિંગ હોય. 




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button