ENTERTAINMENT

Salman Khan: ગેલેક્સીની બહાર બની અસ્થાયી ચોકી, નવી ધમકી બાદ સુરક્ષામાં વધારો

એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાન ખાન પર જોખમ વધી રહ્યું છે. બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઇ ગેંગે લીધી છે. બિશ્નોઇ ગેંગના લિસ્ટમાં સલમાન ખાનનુ નામ ટોપ પર હોવાનું કહેવામાં આવે છે. તેવામાં સલમાન ખાનની સુરક્ષામાં વધારો કરવો જરૂરી બની જાય છે. સલમાન ખાનને એક બાદ એક ધમકીઓ મળી રહી છે. ત્યારે આજે મુંબઇ ટ્રાફિક પોલીસને સલમાન ખાન અંગે ધમકી ભર્યો મેસેજ આવ્યો હતો. જે બાદ હવે સલમાન ખાનની સુરક્ષામાં સખત મજબૂત કરી દેવામાં આવી છે.

સલમાન ખાનના ઘરની બહાર પોલીસનો કાફલો 

ફિલ્મ અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. ફિલ્મ અભિનેતાના ઘરની સામેના લેટેસ્ટ ફૂટેજમાં સામે આવ્યા છે. જેમાં આગળ એક અસ્થાયી પોલીસ ચોકી બનાવવામાં આવી છે. પોલીસે આ પગલું લોરેન્સ બિશ્નોઈ ગેંગની છેલ્લી ધમકી બાદ ઉઠાવ્યું છે. નવી ધમકી બાદ પોલીસ ત્યાં 24 કલાક સુરક્ષા માટે તૈનાત રહેશે. તમને જણાવી દઈએ કે મુંબઈ ટ્રાફિક પોલીસના વોટ્સએપ નંબર પર ધમકી મળી છે. જેમાં સલમાન ખાન પાસેથી 5 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી છે. ધમકી આપનાર વ્યક્તિએ ત્યાં સુધી કહ્યું છે કે જો તેની શરતો સ્વીકારવામાં નહીં આવે તો તે અભિનેતા સાથે બાબા સિદ્દીકી કરતા પણ ખરાબ વર્તન કરશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સલમાન ખાનના નજીકના ગણાતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હતી. આ જ ગેંગના શૂટરોએ તાજેતરમાં સલમાન ખાનના ઘરે પણ ફાયરિંગ કર્યું હતું.

સલમાન ખાનને મળી છે ધમકી

તાજેતરની ધમકીમાં કહેવામાં આવ્યું છે કે જો સલમાન ખાન જીવતો રહેવા માંગતો હોય તો તેણે લોરેન્સ બિશ્નોઈ સાથેની દુશ્મની ખતમ કરવી જોઈએ. નોંધનીય છે કે મહારાષ્ટ્ર પોલીસે હરિયાણાના પાણીપતમાંથી લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા એક વ્યક્તિની ધરપકડ કરી છે, જે નવી મુંબઈમાં પનવેલ નજીક બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ફાર્મહાઉસની જાસૂસીમાં કથિત રીતે સામેલ હતો. તાજેતરમાં, પંજાબ અને મહારાષ્ટ્ર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં, શંકાસ્પદ સુખબીર બલબીર સિંહ ઉર્ફે સુખાની પાણીપતના સેક્ટર-29 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

સલમાનના ઘર પર થયું હતું ફાયરિંગ

અધિકારીએ જણાવ્યું કે, અભિનેતા સલમાન ખાનની હત્યાના કથિત કાવતરાના સંબંધમાં સુખા ફરાર હતો. પોલીસે દાવો કર્યો હતો કે આ વર્ષે જૂનમાં પનવેલ નજીકના તેના ફાર્મહાઉસ તરફ જતા અભિનેતાને નિશાન બનાવવાના કાવતરાનો પર્દાફાશ કર્યો હતો. આ ઘટના એપ્રિલની શરૂઆતમાં અભિનેતાના ઘરે ફાયરિંગ થયા પછીની છે. ઘર પર ફાયરિંગ કરવા બદલ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. 14 એપ્રિલે ઉપનગરીય બાંદ્રા સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટમાં સલમાનના ઘરે અજાણ્યા લોકોએ ગોળીબાર કર્યો હતો.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button