NATIONAL

Delhi: CJI બનતાં જ સંજીવ ખન્નાએ તત્કાળ સુનાવણીની અગાઉની વ્યવસ્થા બદલી

દેશના નવનિયુક્ત ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (સીજેઆઈ) સંજીવ ખન્ના પોતાના કાર્યકાળના બીજા જ દિવસે એટલે કે મંગળવારે ફુલ એક્શનમાં જોવા મળ્યા હતાં. તેમણે સુપ્રીમ કોર્ટમાં કેસીસની તત્કાળ સુનાવણીના મોરચે નવી વ્યવસ્થા દાખલ કરવાનો આદેશ કરી દીધો છે.

તેમણે જણાવ્યું હતું કે કેસીસને તત્કાળ સૂચિબદ્ધ કરવા અને તેના પર સુનાવણી માટે મૌખિક ઉલ્લેખ કરવાની મંજૂરી હવે આપવામાં નહીં આવે. તેમણે વકીલોને તેના માટે ઇ-મેલ અથવા લેખિત પત્ર મોકલવાનો આગ્રહ કર્યો છે. સામાન્ય રીતે વકીલો દિવસની કામગીરીની શરૂઆતમાં સીજેઆઈની આગેવાની હેઠળની બેન્ચ સમક્ષ પોતાના કેસ પર તત્કાળ સુનાવણી કરવા માટે મૌખિક વિનંતી કરે છે. સીજેઆઈ ખન્નાએ આ જૂની પરંપરાને બદલતાં કહ્યું હતું કે હવે કોઈ મૌખિક ઉલ્લેખ નહીં થાય. ફક્ત ઇ-મેલ અથવા લેખિત પત્ર મારફત જ તત્કાળ સુનાવણી માટેની વિનંતીનો સ્વીકાર કરવામાં આવશે, જો કે તેના માટે વકીલે પત્રમાં કેસની તત્કાળ સુનાવણી માટેની આવશ્યકતાના કારણો જણાવવા પડશે.

સીજેઆઈએ નાગરિક કેન્દ્રિત એજન્ડાની રૂપરેખા તૈયાર કરી

નવા સીજેઆઈ ખન્નાએ ન્યાયિક સુધારા માટે નાગરિક કેન્દ્રિત એજન્ડાની રૂપરેખા તૈયાર કરી છે અને જણાવ્યું છે કે ન્યાય સુધીની સરળ પહોંચ સુનિશ્ચિત કરવી અને નાગરિકો સાથે તેમની સ્થિતિની પરવાહ કર્યા વગર સમાન વ્યવહાર કરવો ન્યાયતંત્રની બંધારણીય ફરજ છે. સોમવારે જ સીજેઆઈ ડી.વાઇ. ચંદ્રચૂડના અનુગામી તરીકે સીજેઆઈના હોદ્દા પર બિરાજમાન થયેલાં સીજેઆઈ સંજીવ ખન્નાએ પ્રેસિડેન્ટ દ્રૌપદી મૂર્મુ પાસે હોદ્દાની ગુપ્તતાના શપથ ગ્રહણ કર્યા બાદ જણાવ્યું હતું કે ન્યાયતંત્ર શાસન પ્રણાલીનું અભિન્ન છતાં પણ અલગ અને સ્વતંત્ર અંગ છે. બંધારણ આપણને બંધારણીય રક્ષણ, મૌલિક અધિકારોના રક્ષક અને ન્યાયના સેવા પ્રદાતા તરીકેના મહત્ત્વપૂર્ણ કાર્યને પૂર્ણ કરવાની જવાબદારી સોંપે છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button